બિલીમોરાના તાંત્રિક બાબા કેસમાં
આરોપીની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી
સુરત, તા.૧
બીલીમોરાના તાંત્રિક શૈલેષ નાયકા બળાત્કાર પ્રકરણમાં અશ્લીલ વીડિયો વાયરલ કરનારા સુરત-ભીમરાડના આરોપીના બબ્બેવારના આગોતરા જામીન અદાલત દ્વારા ફગાવી દેવાયો હોવાની વિગત આ ગુનાની તપાસ કરનાર અોપીઆઈ રાઠોડે આપી હતી. જોકે પોલીસે તેની ધરપકડ કરવા તેના ભીમરાડના નિવાસ સ્થાને વારંવાર દરોડા પાડયા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, બીલીમોરા અોલીયા-મોરીયા વિસ્તારમાં રહેતા અને તાંત્રિક વિધિ કરવાના બહાને યુવતીઓને બોલાવી તેને સાપુતારા લઈ જઈ વૈશાલી ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજારવાના એક કિસ્સામાં ચીખલી ખાતે રહેતી અને બ્યુટીપાર્લરનું કામ કરતી ૨૧ વર્ષની પીડિતાએ બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે તાંત્રિક શૈલેષ નાયકાની ધરપકડક રી જેલમાં મોકલી આપ્યો હતો. પોલીસે બીલીમોરા તાંત્રિકનો અશ્લીલ વીડિયો વાયરલ કરવાના ગુનામાં ભીમરાડ ડુંગરી ફળિયાના રહેવાસી આકાશ જયેશભાઈ પટેલની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. આરોપી આકાશ પટેલે પોતાની ધરપકડ થશે એવી દહેશત સાથે સેશન્સ કોર્ટમાં કરેલી બબ્બેવારની આગોતરા જામીન અરજીની સુનાવણીના અંતે અદાલતે ફગાવી દીધી હતી. હાલમાંતે પોલીસથી ભાગતો ફરતો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




