અમરોલી કોલેજ દ્વારા દ.ગુજરાતની સંસ્કૃતિને પ્રગટ કરતુ નાટક પ્રસ્તૃત

0
10

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા નાટકની પસંદગી
સુરત, તા.૮
અમરોલી કોલેજને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા જાહેર જનતાના હિતાર્થે આર્થિક સહયોગ આપી ‘મેî ગંદેવીનો ગલો’ નાટક પ્રસ્તુત કરવા અનુરોધ કર્યો છે. જે ગૌરવની બાબત છે. કોલેજના વિદ્યાર્થીઅોએ દક્ષિણ ગુજરાતના ‘‘ઘેરૈયાï લોકનૃત્યને’ અને આદિવાસી સંસ્કૃતિને પ્રગટ કરતું નાટક ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા પસંદ થયું છે. દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિને પ્રગટ કરતું સુરતી બોલીમાં લખાયેલું આ દ્વિઅંકી નાટક છે.
‘મેî ગંદેવીનો ગલો’ નાટક અંગે લેખક સતીશ વ્યાસે જણાવ્યું હતું કે, ‘‘ગુજરાતી નાટ્ય સાહિત્યનો પ્રથમ આદિવાસી નાયક આ નાટકમાં રજૂ થાય ચે. દક્ષિણ ગુજરાતની સંસ્કૃતિને પ્રગટ કરતું સુરતી બોલીમાં લખાયેલુ આ દ્વિઅંકી નાટક છે. નાટકમાં આવતા ‘ગણદેવી’નો લોકશક્તિ સાથે સંબંધ છે. ગણ એટલે લોક અને દેવી એટલે શક્તિ.
‘મેî ગંદેવીનો ગલો’ નાટકનું દિગ્દર્શન જાણીતા નાટ્યકાર સ્વ. જ્યોતિ વૈદ્યના દિકરી પ્રા.સોનલ વૈદ્યે કર્યું છે. આ નાટકમાં ૨૫ કલાકારો છે, જે દક્ષિણ ગુજરાતના ઘેરૈયા લોકનૃત્યને અને આદિવાસી સંસ્કૃતિને પ્રગટ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને સાંસ્કૃતિક વારસાની જાળવણીના હેતુથી આ નાટક અમરોલીની જે.ઝેડ. શાહ આર્ટ્સ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY