સુરત,તા.૧૪
દીક્ષા નગરી સુરતમાં વધુ એક સાથે આઠ યુવતીઓએ દીક્ષા ગ્રહણ કરી સંયમનો માર્ગ અપનાવ્યો છે. કરોડોની સંપત્તિ છોડી તેઓ મોહ માયાથી અલગ રસ્તા પર નીકળી ગઇ છે. સુરતમાં જે ૮ યુવતીઓએ દીક્ષા લીધી હતી, જેમાં મિજલ શાહ, ધ્રુવી કોઠારી, પૂજા શાહ, ખુશી જૈન, સ્વીટ સંઘવી, પૂજા છાજડે, સ્નેહી કોઠારી અને મહેક જૈનેનો સમાવેશ થાય છે. તેઓએ મહારાજ ગુનરતનેશ્વર સુરીશ્વરીજીના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરી હતી.
સુરતમાં જાણે દીક્ષા લેવાની હોડ ચાલતી હોય તેમાં છેલ્લા ૧૫ દિવસમાં અનેક લોકોએ દીક્ષા લીધી છે. ગુરૂવારે વધુ ૮ યુવતીઓએ દીક્ષા લીધી હતી. આ આઠેય દીકરી પૈકી ૫ દીકરીઓનો પરિવાર કરોડપતિ છે. જા કે તેઓ ઉપધાન દરમિયાન મહારાજશાના સંપર્કમાં આવ્યા હતા અને તેઓને તેમની જીવન શૈલી ખૂબ જ ગમી ગઈ હતી. તેઓને લાગ્યું હતું કે, સંસારમાં દુઃખ સિવાય કંઈ નથી, જેથી તેઓ સંયમના માર્ગે જઇ સાચું સુખ પામવા માંગે છે.
આ યુવતીઓના દીક્ષા પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઉપÂસ્થત હતા. વિવિધ ધાર્મિક વિધિઓમાંથી પસાર થઈ આઠેય દીકરીઓ સંયમના માર્ગે નીકળી પડી હતી. હજારોની સંખ્યામાં ભકતજનો આ દિક્ષા સમારોહમાં આવી પહોંચીને ઢોલ નગારા સાથે તમામ દિક્ષાર્થીઓને જૈન સાધ્વીના રૂપમા વધાવી લેવામા આવી હતી.
દિક્ષા પહેલા પહેરેલા લાખ્ખો રુપિયા દાગીના ઉતારી સંસારની મોહમાયા છોડી સાદગીભર્યા કપડા પહેરી મંચ પર આવી પહોંચ્યા હતા. આ તમામ જૈન સાધ્વીઓએ મહારાજશાના દર્શન તેમજ વિવિધ વિધિઓ પતાવીને સંયમના માર્ગે નીકળી ચૂકી છે. દિક્ષા આપનાર ગુનરત્નેશ્વરજી મહારાજે અત્યાર સુધી ૪૧૪ લોકોને દિક્ષા અપાવી ચુકવ્યું છે, ત્યારે આજે આઠ લોકો સાથે દિક્ષાનો આકંડો ૪૨૨ પર પહોંચી ચુકયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




