શેમારૂના નવા ઓટીટી પ્લેટફોર્મ ‘શેમારૂમી’ની જાહેરાત

0
5

અસલી બોલીવુડ ચાહકો માટે આનંદના સમાચાર
સુરત, તા.૧૫

શેમારૂએન્ટરટેઈનમેન્ટ લિમિટેડેનવા યુગના બોલિવુડ સેન્સેશન ટાયગર શ્રોફની હાજરીમાં તેના ઓટીટી(ઓવર -ધ -ટોપ) પ્લેટફોર્મ શેમારૂમી ની રજૂઆતની મુંબઈમાં જાહેરાત કરી છે. શેમારૂમીએ ભારતીય બજારનુએક ઘનિષ્ઠ પ્લેટફોર્મ છે, જે બોલિવુડ, ગુજરાતી અને ભક્તિ અંગેભારતીય વિડીયો કન્ટેન્ટ ઈચ્છતા દર્શકોને ભિન્ન પ્રકારની અને એક્સલુઝિવ સામગ્રી ઓફર કરશે અને તમામ વય જૂથોની જરૂરિયાત સંતોષશે.
શેમારૂમીતેના ચાહકોને મનગમતી સામગ્રી જોવાની તક પૂરી પાડીને દરેક ડાયલોગ તથા દરેક યાદગાર દ્રશ્ય હૃદયમાં સ્થાન ધારણ કરે ત્યાં સુધી મમળાવવાની તક પૂરી પાડશે. આ એપ્પનો ઉદ્દેશ પોતાની મૂળ ભાષામાં આરામદાયકતા અનુભવતા દેશભરના તમામ ભારતીયોની જરૂરિયાત સંતોષવાની છે અને તે વિતેલાં વર્ષોમાં તેમણે કેળવેલો મસાલા કન્ટેન્ટનો સ્વાદ પૂરો પાડશે. ગુગલ કેપીએમજી ૨૦૧૭ના અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૧ સુધીમાં ભારતના ઈન્ટરનેટ વાપરનારા લોકોમાં ભારતીય ભાષાઓમાં સામગ્રી ઈચ્છતા લોકો ૭૫ ટકા જેટલા હશે. અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે ભારત કે જ્યાં વર્ષ ૨૦૧૭માં ૩૦ કરોડ સ્માર્ટફોન વાપરનાર હતા તે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૪૪ કરોડ લોકોની સંખ્યા વટાવીને વૃધ્ધિની વ્યાપક ક્ષમતા સર્જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY