સૂરતઃ
રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલના અધ્યક્ષસ્થાને સાયન્સ સેન્ટર ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંગેની ઓરીએન્ટેશનલ કાર્યક્રમ યોજાયો હતો. આ યોજનાનો આશય ઉમેદવારો ITI, ડીપ્લોમા અને ડીગ્રી પાસ ઉમેદવારોના ખાનગી કે, જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક અને સેવાકીય એકમો ખાતે બેઝિક તેમજ ઓન જોબ ટ્રેનીંગ સુવિધાનો મહત્તમ લાભ આપીને તેમને કૌશલ્ય કુશળ બનાવવા સાથે પ્રાયોગિક તાલીમ આપી ઉદ્યોગ તેમજ સેવાકીય એકમો માટે કુશળ માનવબળ ઊભું કરવાનો છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર પટેલે જણાવ્યું હતું કે, ૪૦ થી વધુ માનવબળ ધરાવતા એકમોએ માનવબળના ૨.૫ ટકા થી ૧૦ ટકાની મર્યાદામાં એપ્રેન્ટીસ ભરતી કરવી ફરજીયાત છે. રાષ્ટ્રના વિવિધ એકમોના વ્યવસાયોમાં એકમોની જરૂરીયાત મુજબ યુવાનોને તાલીમ આપી રોજગારીની તકો વધારવાનો ઉદ્દેશ રહેલો છે. યોજના હેઠળ સુરતમાં ૨૫ હજારથી વધુ તાલીમાર્થીઓને વિવિધ ઔદ્યોગિક ગૃહો અને સેવાકીય સંસ્થાઓમાં ઓન જોબ ટ્રેનીંગ આપી ઉદ્યોગ તેમજ સેવાકીય ક્ષેત્રોમાં જરૂરી કુશળ માનવબળ પુરૂ પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેથી વધુમાં વધુ એકમો આ યોજનામાં જોડાઈને તેમના એકમોમાં નોકરી પર રાખે જેનું વેતન રાજય સરકાર ચૂકવશે.
શિક્ષીત બેરોજગારોને સ્ટાઈપેન્ડ સહિત તાલીમ મળે તેમજ ઔદ્યોગિક એકમોને તાલીમ પામેલા કૌશલ્ય યુવાનો પ્રાપ્ત થાય તેવા આશયથી શરૂ કરવામાં આવેલી આ આ યોજના કોઈ પણ એકમોએ ભારત સરકારના નેશનલ એપ્રેન્ટીસશીપ ટ્રેનિંગ સ્કીમ પોર્ટલ http://apprenticeship.gov.in પર પોતાનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ ઔદ્યોગિક/સેવાકીય એકમો પોતાના એકમ ખાતે એપ્રેન્ટીસની ભરતી લાયકાત અનુસાર કરી શકે છે. યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૧૫૦૦ તથા મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ગેજયુએટથી વધુ લાયકાત ધરાવનારને રૂા.૩૦૦૦, ડિપ્લોમાં ધારકને રૂા.૨૦૦૦ તથા ડીપ્લોમાથી નીચેની લાયકાત ધરાવનારે રૂા.૧૫૦૦ રાજય સરકાર દ્વારા મળવાપાત્ર થશે.
આ કાર્યક્રમમાં રીજીયોનલ મેનેજર ડી.જી.પાનેલીયા, માર્ગ અને મકાન વિભાગના એકયુકેટીવ એન્જીનિયર પી.એલ.પટેલ, ફેકટરી ઈન્સ્પેકટર વાય.એમ.પટેલ, ઓ.એન.જી.સી.(એચ.આર.)ના મેનેજરમતિ કિરણ મહેતા, ડી.આઇ.સી.ના મેનેજર ડી.આર.પટેલ તેમજ મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"