સૂરતઃ
રાજય સરકાર દ્વારા આગામી તા.૧લી મેના ગુજરાત સ્થાપના દિનના અવસરે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં આવેલા તળાવો અને જળ સ્ત્રોતોને ઉંડા ઉતારવાની ઝુંબેશનો પ્રારંભ થઇ રહ્યો છે. રાજય સરકાર દ્વારા વરસાદી પાણીનો મહત્તમ જળસંગ્રહ થાય અને લોકોમાં જળ સંચય અંગેની જાગૃતિ કેળવાય તે માટે લોક ભાગીદારીથી ગ્રામ્ય તળાવો ઊંડા કરવાનું અભિયાન હાથ ધરવામાં આવશે. જેમાં આ અભિયાન ૧લી મે થી પ્રારંભ કરી એટલે કે તા. ૩૧ મી મે ૨૦૧૮ સુધી સતત એક મહિના દરમિયાન જિલ્લામાં પણ તળાવો ઉડા કરવા, હયાત ચેકડેમોનું ડીસીલ્ટીંગ, હયાત જળાળયોને ઉડા કરવા ઉપરાંત નહેરોની મરામત, વન તલાવડ, ચેકડેમોની મરામત, નદીઓને પુનઃજીવીત કરવી જેવા અનેક જનજાગૃતિની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, એન.જી.ઓ. પણ ભાગ લઇ શકે છે.
આ ભગીરથ કાર્યમાં ડ્રેનેજ વિભાગ નં.૨ સુરત દ્વારા ૪૭ જેટલા તળાવોને ૧૦.૬૬ લાખના ખર્ચે ઉડા કરવાની કામગીરી તેમજ ૩૩ ડ્રેનેજના કામોને ૩૦.૨૨ લાખના ખર્ચે સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવશે. પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા ૧૪ લાખના ખર્ચે ત્રણ ચેકડેમની મરામત તથા ૬૨.૩૯ લાખના ખર્ચે ૧૦ જેટલા તળાવ સુધારણાના કામો કરવામાં આવશે. વન વિભાગ દ્વારા ૧૪.૩૬ લાખના ખર્ચે ૧૭ વન તલાવડીઓ તેમજ ૨૭૫ લાખના ખર્ચે મનરેગા અંતર્ગત ૫૫ જેટલી વન તલાવડી અને ચેકડેમના કામો હાથ ધરાશે. નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત દ્વારા ૫૭૭ લાખના ખર્ચે ૮૬ જેટલા તળાવ સુધારણાના કામો હાથ ધરાશે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ૭૭૦ જેટલા એર વાલ્વ રિપેરીગ અને ચેંકીગની કામગીરી હાથ ધરવામાં આવશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ૫૭.૫૪ લાખના ખર્ચે ૧૩૭ જેટલા તળાવોને ઉડા કરવામાં આવશે. ઉકાઈ વર્તુળ(સીવીલ) દ્વારા ૨૭ લાખના ખર્ચે ૯ ચેકડેમ રીપેરીગની કામગીરી કરાશે. જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા ૧૫૫.૫૮ લાખના ખર્ચે ૮૧૮ જેટલા નદીઓમાં સફાઈ કરવાની કામગીરી કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






