સુરત ઇન્કમટેક્સ વિભાગ માટે ચાલુ નાણાંકીય વર્ષનો ટાર્ગેટ ૪,૬૫૫ કરોડ

0
53

સુરતીઓ પાસેથી ૧૦૦૦ કરોડ વધુ વસુલાશે

ગત વર્ષના ૩૬૫૧ કરોડના ટાર્ગેટમાં ૧૦૦૪ કરોડનો વધારો

માર્ચના અંતિમ દિવસોમાં જ ૬૫૦ કરોડ ટાર્ગેટ વધારી દેવાયો હતો
નોટબંધી બાદ ચાલુ નાણાંકીય વર્ષમાં સુરતમાં કરદાતાઓની સંખ્યા  બે લાખ વધીને ૧૫ લાખ

સુરત ઈન્કમટેક્સ વિભાગને ચાલુ નાણાંકીય વર્ષ-૨૦૧૮-૧૯ માટે કુલ રૃ.૪૬૫૫ કરોડનો લક્ષ્યાંક સિધ્ધ કરવા સીબીડીટીએ પડકાર સોંપ્યો છે.વીતેલા નાણાંકીય વર્ષ-૨૦૧૭-૧૮ માં સુરત ઈન્કમ ટેક્સને રૃ.૩૬૧૫ કરોડનો લક્ષ્યાંક સોંપવામાં આવ્યો હતો. જે નાણાંકીય વર્ષના અંતિમ માસમાં ૯૬ ટકા સિધ્ધ થયા બાદ વધારાનો રૃ.૬૫૦ કરોડનો લક્ષ્યાંક સોંપવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડીરેક્ટર ટેક્ષીસ દ્વારા વીતેલા નાણાંકીય વર્ષ-૨૦૧૭-૧૮માં સોંપવામાં આવેલા રૃ.૩૬૧૫ કરોડના લક્ષ્યાંકની તુલનાએ ચાલુ નાણાંકીય વર્ષ-૨૦૧૮-૧૯ માટે રૃ.૧૦૦૪ કરોડનો વધારો કરીને રૃ.૪૬૫૫ કરોડનો લક્ષ્યાંક અપાયો છે.  જેમાં ટીડીએસની રકમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે ટીડીએસ વગર ઈન્કમ ટેક્સ વિભાગનો ટારગેટ રૃ.૩૬૫૦ કરોડનો હતો.જે પૈકી ટેક્સ વસુલાતનો આંક રૃ.૩૮૦૦ કરોડ રહ્યો હતો.

અત્રે નોંધનીય છે કે વીતેલા નાણાંકીય વર્ષમાં સુરત ઈન્કમ ટેક્સ વિભાગને સોંપાયેલા રૃ.૩૬૧૫ કરોડના લક્ષ્યાંક માર્ચ માસના અંતિમ દિવસોમાં ૯૬ ટકા સિધ્ધ કરવામા સફળતા મળી હતી. જેમાં એડવાન્સ ટેક્સની વસુલાતમાં અગાઉના નાણાંકીય વર્ષની તુલનાએ રૃ.૨૦૦ કરોડનો વધારો થવા પામ્યો હતો. ત્યારબાદ વીતેલા નાણાંકીય વર્ષના માર્ચના આખરી દિવસોમાં સીબીડીટી દ્વારા સુરત ઈન્કમ ટેક્સના લક્ષ્યાંકમાં વધુ રૃ.૬૫૦ કરોડનો વધારો કરીને રૃ.૪૨૬૫ કરોડ કર્યો હતો.

નોટબંધી બાદ ચાલુ નાણાંકીય વર્ષમા સુરતમાં કરદાતાઓની સંખ્યામાં બે લાખનો વધારો થતા ૧૫ લાખ સુધી પહોંચી ગઈ છે. જેથી લક્ષ્યાંકની સોંપણી થતાં આગામી દિવસોમાં સુરત આયકર વિભાગ સિધ્ધ કરવા માટે સર્ચ સર્વેની કવાયત શરૃ કરે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY