સુરત મહાનગર પાલિકાના તમામ કર્મચારીઓએ તાપી શુદ્ધિકરણ અભિયાનમાં કર્યું શ્રમદાન

0
88

સુરત, શનિવાર:
રાજ્ય સરકાર પ્રેરિત સુજલામ સુફલામ જળસંચય અભિયાનમાં સુરત મહાનગર પાલિકાએ પણ પ્રારંભથી જ સંકળાઈને જળ સંચયની સાથોસાથ તાપી શુદ્ધિકરણની ઝુંબેશ ઉપાડી છે. જેમાં સુરત મહાનગર પાલિકાના ૨૫૦૦ જેટલા કર્મચારીઓ પણ તાપી શુદ્ધિકરણ અભિયાનમાં પોતાનું યોગદાન આપવા માટે આગળ આવ્યા છે. મનપાના ક્લાસ વન કક્ષાના અધિકારીઓથી લઇને ક્લેરિકલ સ્ટાફ અને બેલદાર સુધીના તમામ કર્મચારીઓ શનિ અને રવિની રજાઓ હોવા છતાં બે દિવસ તાપી શુદ્ધિકરણ અભિયાન હેઠળ તાપીની સફાઈ માટે શ્રમદાન કરી આ રજાઓનો સદુપયોગ કરી રહ્યા છે.
આજ રોજ તાપી કાંઠે સરથાણા ઇન્ટેક વેલ ખાતે વરાછા, કતારગામ અને લિંબાયત ઝોનના સ્ટાફે સામૂહિક રીતે શ્રમદાન જળકુંભી અને કચરાની સફાઈની કામગીરી કરી હતી. મનપા સાથે પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા સહિતની વિવિધ એનજીઓ દ્વારા પણ આ ઝુંબેશમાં ઉમદા સહકાર આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મેયર મતી અસ્મિતાબેન શિરોયાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા ૧લી મે થી આજ દિન સુધીમાં ૭૧૯૦ ઘન મીટર જળકુંભી, પાણીજન્ય અને વનસ્પતિ તેમજ કચરાનો નિકાલ કરાયો છે. કતારગામ, રાંદેર અને વરાછા ઝોન ખાતે તળાવની ફરતે આવેલા પાળા ઉપરથી પણ વનસ્પતિ અને કચરો દૂર કરી પાળાને સુવ્યવસ્થિત કરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં પાલિકાના કર્મચારીઓ ઉત્સાહભેર તાપી શુદ્ધિકરણ અભિયાનમાં ભાગ લઇ રહ્યા છે. આવતીકાલે રવિવારે અઠવા, રાંદેર, ઉધના અને સેન્ટ્રલ ઝોનનો સ્ટાફ આ જ સ્થળે તાપી સફાઈ અભિયાનમાં શ્રમદાન કરશે. તેમણે શહેરના નાગરિકોને પાણીના વેડફાટને અટકાવી જળસંચય અભિયાનમાં સહયોગ આપવાનો અનુરોધ કર્યો હતો.
મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને પ્રતિભાવ આપતા જણાવ્યું કે, તાપી નદીના શુદ્ધિકરણ અભિયાનની સાથે શહેરની રાંદેર, લિંબાયત, અઠવા, વરાછા તેમજ ઉધનાઝોનની ખાડીઓ સહિત ૮૦ સ્થળોએ ખાડીઓની સાફ-સફાઈ કરવામાં આવી છે. હિટાચી, પોકલેન્ડ, જે.સી.બી., અને હાઈવા ડમ્પર જેવા સાધનોની મદદથી મનપા દ્વારા સુરતના ૧૦ તળાવોમાં સફાઈ કામગીરી પૂર્ણ કરી કુલ ૪૪૮૯ ઘનમીટર માટી-કચરો અને પાણીજન્ય વનસ્પતિનો નિકાલ કરાયો છે. ઉપરાંત જળસંચય અભિયાન અંતર્ગત છેલ્લા દસ દિવસોમાં કુલ પાણીની પાઇપલાઇનના ૨૫૩ લીકેજીસ અને ૫૭ વાલ્વને રીપેરીંગ-સર્વિસ કરીને દૂરસ્ત કરવામાં આવ્યા છે. હતા શહેરના ૪૭ ખાનગી બોરવેલ અને ૧૨૭ રિચાર્જ બોરવેલ મળી કુલ ૧૭૪ બોરવેલ રિચાર્જની સાફ-સફાઈ કરવામાં આવી છે. આગામી ૩૧મી મે સુધી સુરત શહેરમાં દ્વારા આ કામગીરી તાપી શુદ્ધિકરણ ની કામગીરી અવિરત પણે ચાલુ રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY