રાજપીપલા શહેર માં પ્રિમોન્શુન માટે દસ કલાક લાઈટો બંધ રહેતા લોકો પરસેવે રેબઝેબ

0
128

જોકે અગાઉના વર્ષો કરતા આ વર્ષે ઘણી વ્યવસ્થિત કામગીરી કરાઈ હોવાની વાત થી આખું ચોમાસુ લોકો ને રાહત મળશે 

રાજપીપલા:
રાજપીપલા શહેર માં શનિવારે પ્રિમોન્સુન કામગીરી માટે વીજ કંપની દ્વારા દસ કલાક સુધી વીજ પુરવઠો બંધ રાખતા ગરમીમાં લોકો તોબા પોકારી ઉઠ્યા હતા જોકે આજે સવારે રોજ કરતા થોડો ઠંડો પવન ફુંકાતા દસેક વાગ્યા સુધી આંશિક રાહત રહી હતી પરંતુ ત્યારબાદ ગરમી એ રોદ્ર સ્વરૂપ લેતા લોકો બફારા માં સેકાય હતા આમ પણ છેલ્લા એકાદ મહિના થી ગરમી વધુ છે તેમાં વીજળી બંધ થતા નાના બાળકો અને વૃધો ની હાલત બગડી હતી પરંતુ આ કામગીરી બાદ ચોમાસા દરમિયાન કોઈ ખાસ મોટી તકલીફ નહિ પડે એમ માની લોકો સહન કરી રહ્યા હતા ત્યારે વીજ કંપનીના ડે.ઈજનેર એસ આર પટેલે જણાવ્યું હતું કે અમારી ટીમોએ વૃક્ષો ના કટિંગ, જમ્પરિંગ,સ્વીચ મેન્ટેનન્સ સહીત પ્રિમોન્સુન ની તમામ કામગીરી આજે પૂર્ણ કરી છે માટે વોલ્ટેજ ઓછા વત્તા થવાની કે વારે વારે લાઈટો જવા સહીત ની રામાયણ પણ આ કામગીરી બાદ દૂર થશે જેથી વરસાદ માં ખાસ તકલીફ નહિ પડે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY