સુરત, તા. ૧૩
સુરત મહાનગરપાલિકાના પૂર્વ ઝોન (વરાછા) કાર્યક્ષેત્ર હેઠળના જુદા જુદા વિસ્તારમાં મોટા બાકીદારો વેરો ભરવામાં અખાડા કરતા તેઅોને સમયાંતરે નોટિસો આપવામાં આવેલ. તેમ છતાં પણ તેઅો તરફથી મિલકતવેરાના નાણાંકી ભરાતા આસી. મ્યુનિ. કમિશનર (વરાછા)નના માર્ગદર્શન હેઠળ તા. ૧૦.૧૨.૨૦૧૮ તેમજ તા. ૧૧.૧૨.૨૦૧૮ના રોજ આકારણી વિભાગે તેમજ વ્યવસાય વેરા વિભાગના સ્ટાફો ઝૂંબેશ હાથ ધરી મિલકતને સીલ મારતા સ્થળ ઉપર જ વસૂલાત કરવામાં આવેલ. જે પૈકી મિલકતવેરા પેટે કુલ રૂ. ૪૨.૨૬ લાખ તથા વ્યવસાયગવેરા પેટે કુલ રૂ. ૩૦.૯૪ લાખ વસૂલાત કરવામાં આવેલ છે.
પૂર્વઝોન (વરાછા) કાર્યક્ષેત્રમાં આવેલ મિલકત વેરો બાકી પડે છે, તેવી મિલકતો સીલ કરી વસૂલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેથી બાકી કરદાતાઅોને બાકી નીકળતો મિલકતવેરો તેમજ વ્યવસાયવેરો સમયસર ભરપાઈ કરવા આકારણી અને વસૂલાત વિભાગ તેમજ વ્યવસાયવેરા વિભાગ, વરાછા ઝોન અોફિસનો સંપર્ક કરવા જાહેર જનતાને અનુરોધ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




