સ્વચ્છતા નીતિ જાહેર કરાઈ

0
57

અમદાવાદ, તા. ૨૭
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત શહેરી ઘનકચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતાનીતિની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના તમામ શહેરો અને નગરો સ્વચ્છ બને તથા ૧૦૦ ટકા સફાઈ થાય તે દિશામાં સરકાર આગળ વધી રહી છે. ઘરે ઘરેથી કચરો એકત્રિત થાય અને પ્રવાહી કચરાનું સુવ્યવÂસ્થત એકત્રિતકરણ થાય તેવી યોજના તૈયાર કરાઈ છે. શહેરી ઘનકચરા વ્યવસ્થાપન અને સ્વચ્છતાની જે માળખુ તૈયાર કર્યું છે તેના ઉદ્દેશ્યો નીચે મુજબ છે.
¨ જાહેરમાં શૌચક્રિયા ના થાય તે માટે શહેરમાં વસતા નાગરિકોને શૌચલયની યોગ્ય સુવિદાઓ ઉપલબ્ધ કરાવવા ઉપર ભાર મુકાશે. વ્યક્તિગત શૌચાલય જગ્યાને અભાવે ન બનાવી શકાય તેમ હોય ત્યાં જાહેર શૌચાલયની સગડતા ઉભી કરાશે
¨ કેન્દ્રીય જાહેર સ્વાસથ્ય અને પર્યાવરણ ઇજનેરી સંસ્થા કે પર્યાવરણ અને વન મંત્રાલયે નક્કી કરેલા ધોરણ મુજબ શહેરી સ્થાનિક સંસ્થામાં ઉત્પન્ન થયેલો તમામ કચરો અને ગંદા પાણીનો અન્ય હેતુ માટે ઉપયોગ થાય તે હેતુથી ટ્રીટમેન્ટ કરવામાં આવશે
¨ રહેણાંક અને વાણિજ્યક કચરાનું સ્થળ પર ૧૦૦ ટકા વર્ગીકરણ અને સંગ્રહની વ્યવસ્થા દ્વારા બધી શહેરી સ્થાનિક સંસ્થાઓના સહયોગથી ઝીરો વેસ્ટ શહેરોનું નિર્માણ કરાશે. રિસાઇક્લિંગ અને રીયુઝ પર ભાર મુકાશે
¨ ગટર લાઈન અને મેનહોલ્સની ઉપરાંત ખાળકુવાની માનવીય સફાઈની નાબુદી દ્વારા રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેંજિંગની નાબૂદી
¨ દરેક શહેરી સ્થાનિક સંસ્થાઓમાં કુદરતી ગટરો અને વરસાદી પાણીની ગટરને પુનઃજીવિત કરાશે. ગંદા પાણીનો નિકાલ વરસાદી પાણીની ગટરમાં થાય નહીં તેની કાળજી રખાશે
¨ મજબૂત માહિતી પ્રણાલી ઉભી કરીને તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓની પાણી પુરવઠા અને સ્વચ્છતા સેવાઓ સંબંધિત ડેટા એમઆઈએસ દ્વારા જાહેર જનતા માટે ઉપલબ્ધ કરાશે. આવી પ્રથા ઉભી કરવા માટે જરૂરી રોકાણો રાજ્ય સરકાર ભોગવશે
¨ તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓ જાહેર સ્વાસ્થ્ય પેટા કાયદો અપનાવે અને તેન ેતમામ શહેરો માટે લાગૂ પાડે તેવી વ્યવસ્થાનું નિર્માણ
¨ શહેરી સ્થાનિક સંસ્થાઓને સ્વચ્છતા, પર્યાવરણ અને આરોગ્ય ક્ષેત્રે સજ્જ કરાશે. સંસ્થાઓને તેમના શહેરની ચોક્કસ યોજનાઓ તૈયાર કરવા અને સફળ અમલીકરણ માટે ચોક્કસ માધ્યમોનો ઉપયોગ કરવા માટે માર્ગદર્શન પુરુ પાડવા માહિતી, શિક્ષણ અને સંચાર યોજના તૈયાર કરશે.
¨ શહેરી સ્વચ્છતામાં સુધારા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફંડ ફાળવવામાં આવશે. ફંડને રાજ્ય સ્વચ્છતા ફંડ તરીકે એકત્રિત કરી શકાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY