સારી ભાવનાથી થતાં કામોનો વ્યાપ વધતો જ રહે છે : રૂપાણી

0
63

અમદાવાદ,તા. ૨૭
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સેવાની ભાવના સાથે કરવામાં આવતા લોકોપયોગી કામો અને પ્રવૃત્તિઓનો વ્યાપ ઇશ્વરકૃપાથી સતત વધતો રહે છે. તેમણે જણાવ્યું હતું કે, સંત વિભૂતિ નારાયણ બાપુએ દરિદ્ર નારાયણની ઇશ્વરના રુપમાં સેવા કરીને સેવા પરમો ધર્મનો કલ્યાણકારી માર્ગ ચીંધ્યો છે. ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે નારાયણ ધામમાં બાપુની વંદના કરવાની જે તક મળી એનો હર્ષ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વાર્થ વગર સેવાની ભાવનાથી જ તાજપુરાની પવિત્રતા વધી છે. તેમણે સારા અને લોકોપયોગી કામો કરીને નવા ગુજરાતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કરવાની સાથે ગુજરાતના ખુબ કલ્યાણ અને છેવાડાના માનવીના વિકાસના આશીર્વાદના બ્રહ્મલીન બાપુની પાસેથી ખેવના કરી હતી.
મુખ્યમંત્રીએ ગુરુપૂર્ણિમાના પવિત્ર પર્વે મધ્ય ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના પવિત્ર નારાયણતીર્થ તાજપુરા ખાતે નારાયણ આઈ હોસ્પિટલના ૨૫૦ પથારી ધરાવતા ત્રણ નવિન વોર્ડનું લોકાર્પણ કર્યું હતું. તેમણે તાજપુરા ધામના બ્રહ્મલીન પૂજ્ય નારાયણ બાપુની પર્વને અનુરુપ ભાવસભર ગુરુવંદના કરી હતી અને તેમનું દૈહિક નિવાસસ્થાન રહેલી પવિત્ર ગુફામાં દર્શન અર્ચન કર્યા હતા. તેમણે બાપુની ભાવના અને શીખ પ્રમાણે ધર્મસેવાની સાથે માનવસેવાની પરંપરા આગળ ધપાવવા માટે નારાણય ધમ ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવ્યા હતા. ભાવિકોએ મુખ્યમંત્રી સદ ગુરુદેવ અને નારાયણ ભગવાનના જયાનાદોથી વધાવી લીધા હતા. ધામ સંચાલકોએ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું અને પરમપૂજ્ય નારાણય બાપુની છબી અર્પણ કરી હતી. મુખ્ય ટ્રસ્ટીએ સૌને આવકારતા જણાવ્યું હતું કે, દરિદ્ર નારાયણની સેવા એ જ પ્રભુસેવાના સુત્રને સાકાર કરવા ટ્રસ્ટ વિનામૂલ્યે આરોગ્ય સેવા કરે છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY