કેટલાય દિવસ થવા છતાં હજુ પુરવઠા વિભાગે એલ સી બી ને જવાબ ન આપતા અનેક તર્કવિતર્ક, પકડાયેલો જથ્થો સરકારી છે કે નહિ ફક્ત એ માાટેની તપાસ માં વિલંબ કેમ…? અધિકારીઓને પૂછતાં એક બીજાના માથે જવાબદારી ઢોળાતા શંકાસ્પદ બાબત
અમુક અધિકારીઓ સાથે વચેટિયાઓએ આ જથ્થા બાબતે દુકાનદારને બચાવવા સેટીંગ કર્યાની ચર્ચા
રાજપીપળા:થોડા દિવસ પેહલા નાંદોદ તાલુકાના ઓરીી ગામમાં પુરવઠા સંચાલકના ઘરે થી ખાંડ અને ઘઉં નો જથ્થો નર્મદા એલ સી બી ના જાંબાજ પી એસ આઈ એ.ડી.મહંતે બાતમીનના આધારે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી પુરવઠા સંચાલક ની મુદામાલ સાથે અટક કરી હતી ત્યારબાદ આ પકડાયેલો જથ્થો સરકારી છે કે કેમ એ માટે એલ સી બી એ પુરવઠા માં પત્ર લખી તપાસ કરવા જણાવ્યું હતું પરંતુ આ પત્ર લખ્યા ને પણ ઘણા દિવસ વીતવા છતાં પુરવઠા તરફ થી કોઈજ કાર્યવાહી થઈ નથી ત્યારે અમારા રાાજપીપલા પ્રતિનિધિ આ માટે છેલ્લા ત્રણેક દિવસ થી પુરવઠા માં તપાાસ કરવા છતાં અધિકારીઓ એક બીજા ના માથે ટોપલા ઢોળી રહ્યા હોય ક્યાંક કોઈ રમત રમાતી હોવાનું લાગી રહ્યું છે ત્યારે બજાર માં ચાલતી વાતો મુજબ આ વેપારીને બચાવવાા કોઈ વચેેટિયા મારફતે પુરવઠા માં સેટિંગ થયું હોવાની વાત સંભળાઈ રહી છે અને ત્રણ દિવસ બાદ આજે મંગળવારે નાંદોદ ઇન્ચાર્જ મામલતદાર પી ડી પટેલે જણાવ્યું કે મે ગઈકાલે બપોર બાદ ચાર્જ સંભાળ્યો છે માટે આજે એ બાબતે જોઈશ ત્યારબાદ નાંદોદ પુરવઠા ના નાયબ મામલતદાર વિપુલ મકવાણા ને પૂછતાં તેમને સોમવારે એમ જણાવ્યું હતું કે મામલતદાર રજા પર છે અને કોઈ ચાર્જ સાંભળે તો તપાસ આગળ વધે અને આજે મંગળવારે મકવાણા એમ જણાવે છે કે અમારે ફક્ત પુરવઠા ની પરમીટ ની કામગીરી આવે છે માટે આ તપાસ પુરવઠા નિગમ ની કચેરી કરશે અને માટે અમે એલ સી બી ને ગઈકાલે પત્ર લખી નિગમ પાસે તપાસ કરાવવા જણાવ્યું છે જોકે જીલ્લા પુરવઠા નિગમ ના અધિકારી પાસે હજુ આ બાબતે કોઈ માહિતી આવી નથી એમ જાણવા માંડ્યું હોય પુરવઠા વિભાગ ના અધિકારીઓ ગમે એ રીતે સમય બગાડી દુકાનદાર ને બચાવવા રમત રમી રહ્યા ની વાત કદાચ સાચી લાગી રહી છે
પુરવઠા નો જવાબ આવ્યા બાદ જથ્થાની તપાસ તો અમે કરાવીશુજ : એ.ડી.મહંત.(એલ સી બી )
આ બાબતે એલ સી બી ના પી એસ આઈ મહંતે જણાવ્યું કે અમે લખેલા પત્ર નો હજુ કોઈ જવાબ આવ્યો નથી એ આવ્યા બાદ અમે આ જથ્થા ની તપાસ તો કરાવીશુજ અને તપાસ બાદ આગળની કાર્યવાહી કરાશે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







