વિચાર્યું નહોતુ કે હરભજન સાથે દોસ્તી થશેઃ પોન્ટિંગ

0
1
Ricky Ponting congratulates Harbhajan Singh on taking a wicket during match 2 of of the Pepsi Indian Premier League between The Royal Challengers Bangalore and The Mumbai Indians held at the M. Chinnaswamy Stadium, Bengaluru on the 4th April 2013. Photo by Jacques Rossouw/IPL/SPORTZPICS Use of this image is subject to the terms and conditions as outlined by the BCCI. These terms can be found by following this link: http://www.sportzpics.co.za/image/I0000SoRagM2cIEc

સિડની,તા.૧૬
આૅસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સનો કાચ છે. પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પણ ટીમની સાથે સલાહકાર તરીકે જોડાયો છે. આને લઇને રિકી પોન્ટિંગનાં વિચાર સ્પષ્ટ છે. તેણે કહ્.ું કે તેને આને લઇને કોઇ ચિંતા નથી. પોન્ટિંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યંર કે, “ગાંગુલી એક અનુભવી ખેલાડી છે અને તેના આવવાથી ઘણા ફાયદા થશે.” આઈપીએલ વિશે વાત કરતા તેણે કહ્યું કે, “આઈપીએલએ ઘણા બંધનોને તોડ્યા છે. હવે એક-બીજા દેશનાં ખેલાડીઓ પરસ્પર સારી રીતે મળે છે.” પોન્ટિંગે કહ્યું કે તેણે ક્યારેય વિચાર્યું નહોતુ કે તે અને હરભજન ક્યારેય સારા દોસ્ત બની શકશે.
તેણે કહ્યું કે, “જ્યાં સુધી સૌરવ ગાંગુલીની વાત છે તો તેની સાથે કામ કરવામાં કોઇ મુશ્કેલી નથી. કદાચ ગાંગુલી અને સ્ટીવ વાની વચ્ચે કંઇક સમસ્યાઓ હતી, પરંતુ તેની સાથે મારા સંબંધો હંમેશા સારા રહ્યા છે.” તેણે કહ્યું કે, “એકબીજા પ્રત્યે અમારા દિલમાં ઘણું સમ્માન છે. રમતમાંથી અલગ થયા બાદ અમે ઘણા મળીએ છીએ. અમે ક્રિકેટ સમિતિઓમાં પણ સાથે હોઇએ છીએ અને ઘણી વાતો કરીએ છીએ. તે ટીમ સાથે જાડાઇ રહ્યો છે.”
ગાંગુલીની ભૂમિકા પર તેમણે કહ્યું કે, “મેચનાં દિવસે ગાંગુલીની ભૂમિકા વધારે નહીં હોય, પરંતુ ટીમ મીટિંગમાં તે હંમેશા અમારી સાથે હશે. આને લઇને હું મુક્ત વિચારોવાળો છું. તે એક મહાન કેપ્ટન અને ખેલાડી છે.” દુનિયાભરનાં ખેલાડીઓને નજીક લાવવામાં આઈપીએલની ભૂમિકા વિશે વાત કરતા પોન્ટિંગે કહ્યું કે, “આ લીગે ઘણા દેશો વચ્ચેનાં બૈરિયર તોડ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY