આવા તો (અમેરિકા) કેટલા આવ્યા અને ગયા,ખતમ કરવાની ધમકી અમને ના આપતા : ઇરાન

0
6

તહેરાન,તા.૨૧
ઇરાન અને યુએસની વચ્ચે તણાવ ઘટવાનું નામ લઇ રહ્યું નથી. બંને દેશોના રાજનેતા સતત આક્રમક નિવેદન આપી રહ્યા છે અને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. ઇરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે સોમવારના રોજ કહ્યું કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘નરસંહાર વાળા કટાક્ષ’થી ઇરાન ‘ખત્મ’ થઇ જશે નહીં.
ઝરીફે ટિવટર પર લખ્યું કે ઇરાની હજારો વર્ષથી માથું ઉચું રાખીને ઉભા છે જ્યારે તમામ હુમલાખોરોનું નામોનિશાન મિટાવી ચૂકયું છે. આર્થિક આતંકવાદ અને નરસંહારના કટાક્ષથી ઇરાનનો અંત આવવાનો નથી. એક ઇરાનીને કયારેય ધમકી ના આપવી, સમ્માન આપો, આ કામ કરશે.
ઇરાનના વિદેશ મંત્રીનું આ નિવેદન ટ્રમ્પની ચેતવણીના એક દિવસ બાદ આવ્યું છે. જો કે રવિવારના રોજ ટ્રમ્પે કહ્યું હતું કે જા ઇરાન અમેરિકન હિતો પર હુમલો કરે છે તો તેને સંપૂર્ણપણે ખત્મ કરી દેવાશે. ટ્રમ્પે ટિવટ કરી હતી, જા ઇરાન જંગ કરવા માંગે છે તો આ તેનો સત્તાવાર અંત હશે. યુએસને ફરીથી ધમકી ના આપતા.
વોશિંગ્ટન અને તેહરાનની વચ્ચે સંબંધ એક વર્ષ પહેલાં ખરાબ ત્યારે થયા જ્યારે ટ્રમ્પે ૨૦૧૫ની ઇરાનની સાથે થયેલા પરમાણુ કરારને રદ કરી દીધા હતા અને તેના પર આકરા પ્રતિબંધ થોડી દીધા. ઇરાનના અધિકારીઓ સતત યુએસના પ્રતિબંધોની આલોચના કરી રહ્યા છે અને તેને આર્થિક આતંકવાદની સંજ્ઞા આપી રહ્યા છે. ઇરાનનો આરોપ છે કે યુએસના પ્રતિબંધોના લીધે જરૂરી વસ્તુઓના પુરવઠાને અસર પડી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY