તા.૨૨મી, જૂનથી સમગ્ર રાજયમાં શરૂ થતાં બે દિવસીય શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવની શ્રૃંખલામાં તા.૨૨મી, જૂને તાપી જિલ્લાની સોનગઢ, નગરપાલિકા અને તા. ૨૩મી, જૂને વ્યારા નગરપાલિકા વિસ્તારમાં પણ શાળા પ્રવેશોત્સવ યોજાશે.
શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે તા. ૨૨/૦૬/૨૦૧૮ના રોજ રાજયના ઘેટા અને ઉન વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અમરશીંગભાઇ ખાંભલિયા સોનગઢ નગરપાલિકા વિસ્તારની શાળાઓમાં ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે. જયારે બીજા દિવસે તા. ૨૩/૦૬/૨૦૧૮ના રોજ રાજયના આદિજાતિ વિકાસ, વન, પ્રવાસન તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા વ્યારા નગરપાલિકા વિસ્તારની શાળાઓમાં ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ.પટેલ તરફથી જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



