રૂ.૫૨ લાખની ટેક્સ ડિમાન્ડ મુદ્દે બે પેઢીના સંચાલકોને ઇન્કમટેક્સ વિભાગે ડીટેઇન કર્યા

0
60

સુરત ઈન્કમ ટેક્સ વિભાગે પેન્ડીંગ ટેક્સની વસુલાત માટે પઠાણી ઉઘરાણી કરી કડક પગલાં ભરવાના સંકેતો સાંપડયા છે.આયકર વિભાગે વરાછા વિસ્તારના શ્રી દર્શન કોર્પોરેશન ની આઠ વર્ષ જુની ૫૨ લાખની ટેક્સ ડીમાન્ડની રીકવરી માટે આજે ચાર પૈકી બે સંચાલકોને ડીટેઈન કરી ઈન્કમ ટેક્સ કચેરીએ લાવ્યા હતા. અલબત્ત સંચાલક કરદાતાઓએ તાકીદે ટેક્સ વિભાગમાં જમા કરાવતા તેમને છોડી મુકવામાં આવ્યા હતા. સુરત આયકર વિભાગ દ્વારા કરદાતાઓની બાકી નીકળતી ટેક્સ ડીમાન્ડની વસુલાતની કાર્યવાહી માટે કડક પગલાં ભરવાના નિર્દેશ આપ્યો હતો. જેનો આજથી અમલ કરવામાં આવ્યો હોય તેમ વરાછા વિસ્તારના શ્રી દર્શન કોર્પોરેશનના સંચાલકોની વર્ષ-૨૦૦૮ની ૫૨ લાખની ટેક્સ ડીમાન્ડ માટે આયકર વિભાગે પેઢીના ચાર સંચાલકો પૈકી બેને ડીટેઈન કર્યા હતા. અત્રે નોંધનીય છે કે શ્રી દર્શન કોર્પોરેશનના સંચાલકોના રીટર્નના આધારે આકારણી વર્ષ-૨૦૦૮માં રૂ.૫૨ લાખના ટેક્સ ડીમાન્ડ આયકર વિભાગે કાઢી હતી. જેથી સુરત ઈન્કમ ટેક્સ વિભાગની ટેક્સ ડીમાન્ડની સામે પેઢીના સંચાલકોએ એપેલેટ ટ્રીબ્યુનલમાં અપીલ કરી હતી. પરંતુ એપેલેટ ટ્રીબ્યુનલે તેમની અપીલને કાઢી નાખી હતી. તેમ છતાં પેઢીના સંચાલકો એ વિભાગમાં ટેક્સની રકમ જમા ન કરાવતા આયકર વિભાગને મળેલી સત્તાના આધારે તેમના વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા. જેના આધારે આયકર અધિકારીઓએ પેઢીના ચાર પૈકી બે સંચાલકોને ડીટેઈન કરી ઈન્કમ ટેક્સ કચેરીમાં લાવ્યા હતા. જેથી શ્રી દર્શન કોર્પોરેશનના સંચાલકોએ તાકીદે ટેક્સની રકમ વિભાગમાં જમા કરાવી દેતા મોડી સાંજે તેમને છોડી મુકવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY