ડાંગમાં વાતાવરણમાં પલ્ટો, વરસાદી છાંટાથી ખેડૂતોમાં ચિંતા

0
56

ડાંગ જિલ્લામાં ગુરૃવારે દિવસભર વાદળછાયું વાતાવરણ છવાઇ રહેવાની સાથે અમુક ઠેકાણે છુટા છવાયા વરસાદી છાંટા પડતા સમગ્ર પંથકોમાં ઠંડક પ્રસરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ધીરે ધીરે ઉનાળાની ઋતુના પગરવ સાથે ગરમી પણ વર્તાઇ રહી છે ત્યારે ગુરુવારે ડાંગ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટા સાથે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. મુખ્યમથક આહવા, ગિરિમથક સાપુતારા, વ્યાપારી નગર વઘઇ, શબરીધામ સુબીર સહિતના પંથકોમાં સવારથી જ વાતાવરણમાં પલટાયું હતું. અને સાંજના સુમારે કોઇક ઠેકાણે છુટક વરસાદી છાંટા પડતા અહીંના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, ફળફળાદી, શાકભાજી અને કઠોળ જેવા પાકોને નુકસાન થવાની ભીતીથી ખેડૂતોમાં ચિંતા ફેલાઇ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY