નોટિગ્હામ,તા.૧૭
જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી નોટિગ્હામના ઐતિહાસિક મેદાન ખાતે શરૂ થઇ રહી છે. બર્મિગ્હામ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ૩૧ રને અને લોડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચ એક ઇનિગ્સ અને ૧૫૯ રને ગુમાવી દીધા બાદ ભારતીય ટીમની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. ટીમ ઇન્ડીયાના ખેલાડીઓની ક્રિકેટ પ્રેમીઓ દ્વારા વ્યાપક ટિકા કરવામાં આવી રહી છે. આવી સ્થિતીમાં ટીમ મેનેજમેન્ટ અને ટીમ પર જીતવા માટેનુ દબાણ વધી ગયુ છે. ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. યજમાન ઇંગ્લેન્ડની ટીમ ભારત પર ૫-૦થી શેરેણી જીતવા માટેની વાત કરીરહી છે. ટિકા ટિપ્પણી વચ્ચે વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ મજબુત ઇરાદા સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ભારતીય ઇલેવનમાં એકબે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.
પ્રથમ ટેસ્ટમાં કોહલીએ જોરદાર દેખાવ કર્યા બાદ તેના પર ખાસ નજર રહેશે. જો કે ફ્લોપ રહેલા અન્ય ખેલાડીઓ પણ જારદાર દેખાવ કરવા માટે સજ્જ છે. આ ટેસ્ટ મેચને લઇને ભારે રોમાંચ કરોડો ક્રિકેટ પ્રેમીમાં જાવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે રન કોણ બનાવે છે તેના પર નજર રહેશે. બીજી બાજુ પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં સૌથી વધારે વિકેટ કોણ મેળવે છે તેના પર પણ નજર રહેશે. પ્રથમ બે ટેસ્ટ મેચ ગુમાવી દીધા બાદ ભારતીય ટીમ વિરાટ કોહલીના નેતૃત્વમાં જોરદાર તૈયારી છેલ્લા કેટલાક દિવસથી કરી રહી હતી. ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ પણ લડાયક મુડમાં દેખાઇ રહી છે. ઇંગ્લેન્ડ પાસે અનેક આધારભુત ખેલાડી છે જેમાં એલિસ્ટર કુક, જાઇ રૂટનો સમાવેશ થાય છે. બોલિંગમા તમામની નજર ફરી એકવાર એન્ડરસન પર કેન્દ્રિત રહેશે. જોઇ રૂટ પોતે આધારભુત બેટ્સમેન તરીકે છે. ટીમમાં એલિસ્ટર કુક પણ છે. જે વ્યાપક અનુભવ ધરાવે છે. હવે તેનાથી પણ ભારતને સાવધાન રહેવાની જરૂર પડશે. હાલમાં જ પુરી થયેલી ત્રણ વનડે મેચોન શ્રેણીમાં ઇંગ્લેન્ડે ૨-૧થી જીત મેળવી હતી તે પહેલા ત્રણ મેચોની ટ્વેન્ટી શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી. આ ઉપરાંત આયર્લેન્ડ સામે રમાયેલી બંને મેચો પણ ભારતે જીતી હતી. લાંબા ગાળા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાઇ રહી છે. હાલમાં ઇંગ્લેન્ડ ૨-૦ની લીડ ધરાવે છે. ઇંગ્લેન્ડની ટીમ ઘરઆંગણે વધારે લડાયક દેખાઇ રહી છે.બંને ટીમો નીચે મુજબ છે. ઇંગ્લેન્ડની ટીમ: જોઇ રૂટ, મોઇન અલી, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, જોઇ બટલર, એલિસ્ટર કુક, સામ કુરેન, કેટન જેનિગ્સ, ડેવિડ માલન, અદિલ રશિદ, બેન સ્ટોક્સ, જાહની બેરશો,
ભારતીય ટીમ : કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, રહાણે, કરુણ નાયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, અશ્વિન, જાડેજા, કુલદીપ, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, મોહમ્મદ સામી, ઉમેશ જસપ્રિત, શાર્દુલ ઠાકુર
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



