ટેક્સટાઈલ વેપારીઓને આઈટીસી-૦૪ અને ઈ-વે બીલની સમસ્યામાં રાહત મળવાના એંધાણ

0
63

જીએસટીની વ્યાપક ફરિયાદો વચ્ચે સીજીએસટીનાં અધિકારીઓએ થોડા દિવસો પહેલા ટેક્સટાઈલ માર્કેટનાં વેપારીઓ સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ જાણી હતી આ મુદ્દે સીજીએસટી વિભાગના અધિકારીઓએ રિપોર્ટ તૈયાર કરીગાંધીનગર મોકલવાની તજવીજ હાથ ધરી છે. ત્યારબાદ વેપારીઓને સંભવત ઈ-વે બીલ અને આઈટીસીસી-૦૪માં ફાયદો થઈ શકે તેમ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ટેક્ષટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા આઈટીસી-૦૪ની સમસ્યાઓથી વાકેફ કર્યા હતા. તેમજ માલની હેરફેર માટે ઈ-વે બીલ જટીલ સમસ્યા હોવાથી તેમા વહીવટી સરળતા કરવાની પણ માંગણી કરી હતી. આ મુદ્દે રેવેન્યુ સેક્રેટરી હસમુખ અઢીયા સુધી રજૂઆતનો દોર ચાલ્યો હતો જેને પગલે સીજીએસટીના અધિકારીઓની ટીમે સુરતમાં ટેક્ષટાઈલ માર્કેટમાં પહોંચી વેપારીઓની સમસ્યાઓ જાણી હતી અને રિપોર્ટ તૈયાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વિવર્સ અગ્રણીઓ દ્વારા ૭ માસમાં શહેરના ૫૦ હજાર જેટલા વિવર્સની એકમ્યુલેટ રહેતી ૩૫૦ કરોડની આઈટીસી ક્રેડિટની રજૂઆતને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. વેપારી વર્ગ દ્વારા આઈટીસી-૦૪માં રાહત મળે અને ખાસ કરીને ૫લાખથી ઓછું ટર્નઓવર ધરાવતાં વેપારીઓને રાહત આપવાની માંગ કરી હતી. સીજીએસટીનાં અધિકારીઓએ આઈટીસી-૦૪ ઓનલાઈન જનરેટ કરવાની સમસ્યાના ઉકેલની ખાતરી ઉચ્ચારી છે. તેમજ તૈયાર કરેલો રિપોર્ટ ગાંધીનગર મોકલી આપવાનું નક્કી કર્યું છે. જેથી સંભવત નજીકનાં દિવસોમાં ટેક્ષટાઈલ વેપારીઓનાં માથાનાં દુખાવા સમાન આઈટીસી-૦૪ અને ઈ-વે બીલની સમસ્યામાં રાહત મળશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY