થાઇલેન્ડની ગુફામાંથી ખેલાડીઓને બચાવનાર ડાઇવર્સનું બ્રિટનમાં સન્માન

0
9

થાઈલેન્ડ,તા.૨૯
થાઇલેન્ડની ગુફામાં પૂરમાં ફસાયેલા જુનિયર ફૂટબોલ ટીમના ખેલાડીઓને બચાવવામાં મદદ કરનાર બ્રિટિશ ડાઇવર્સની ટીમને બ્રિટનના પરંપરાગત નવા વર્ષ પર પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. ઉપરાંત તેમાં હોલીવુડ નિર્દેશક ક્રિસ્ટોફર નોલાનને ફિલ્મોના ક્ષેત્રમાં સેવા માટે સીબીઇ જ્યારે બ્રેકિજટ સમર્થક સાંસદ જાન રેડવૂડને નાઈટ બનાવાયા હતા. તેમના ઉપરાંત ડાઉનટાઉન એબી ફેમ અભિનેતા જિમ કાર્ટર અને બેસ્ટ સેલિંગ લેખક ફિલીપ પુલમેન, સુપર મોડલ ટિવગી અને કોમેડી સમૂહ મોન્ટી પાઈથોનના સભ્ય માઇકલ પેલિનને પણ સન્માનિત કરાયા છે, જેની ઘોષણા આ શુક્રવારે કરવામાં આવી હતી.
ચાર ડાઇવર્સને અસાધારણ બહાદુરી જ્યારે ત્રણ અન્યને શ્રેષ્ઠ ‘ઓર્ડર ઓફ ધ બ્રિટીશ અમ્પાયર’ ના સભ્ય (MBE) બનાવાયા છે. બચાવ કાર્ય દરમિયાન ગુફામાં ફસાયેલા બાળકો અને કોચ સુધી સૌથી પહેલા પહોંચનાર ડાઇવર્સમાં રિચર્ડ સ્ટેનટન અને જાન વોલેન્થનને દેશના બીજા સર્વશ્રેષ્ઠ વીરતા પુરસ્કાર જ્યોર્જ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. સાથી ડાઇવર્સ ક્રિસ્ટોફર જ્યુલ અને જેસન મેલીસનને કિવન્સ ગેલેન્ટ્રી મેડલ અને જાશુઆ બ્રેચલી, કોનોર રો અને વેર્નોન અન્સવર્થને એમબીઇથી સન્માનિત કરાયા હતા. તો ‘સિક્સટીઝ ઈટ’ની નામચીન હસ્તી અને ટિવગી નામથી જાણીતી સુપરમોડલ લેસ્લી લોસન (૬૯)ને પણ મોડલિંગ, ગાયકી અને અભિનયમાં દશકની કારકિર્દી પછી ફેશનમાં સેવાઓ માટે ડૈમહુડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી.
થાઇલેન્ડમાં ૨૩ જૂનના રોજ અન્ડર-૧૬ ટીમના ૧૨ ખેલાડીઓ અને કોચ થામ લુઆંગ ગુફામાં પૂરના પાણીમાં ફસાઈ ગયા હતા, જેમણે બચાવવા ઘણા દેશોએ બચાવ અભિયાનમાં સહકાર આપ્યો હતો. લાંબા અભિયાન પછી ૧૦ જુલાઈના રોજ તમામ ખેલાડીઓ અને ટીમના કોચને સુરક્ષિત બહાર કઢાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY