પાકિસ્તાન ICJના મંચનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે : ભારત

0
6

ધ હેગ,તા.૧૮
પુલવામામાં CRPF જવાનો પર જૈશ-એ-મોહમ્મદના હુમલાના ચાર દિવસ પછી ભારત અને પાકિસ્તાન કુલભૂષણ મામલે સામસામે આવ્યાં. પૂર્વ ભારતીય નેવી અધિકારી જાધવને સંભળાવવામાં આવેલી મોતની સજાને લઈને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં સોમવારથી સુનાવણી શરૂ થઈ ગઈ. આ સુનાવણી ચાર દિવસ સુધી ચાલશે. સોમવારે ભારતીય વકીલ હરીશ સાલ્વેએ દલીલ રજૂ કરી. તેઓએ કહ્યું કે પાકિસ્તાનICJના મંચનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાન જાધવ વિરૂદ્ધ જાસૂસીના વિશ્વનિય પુરાવા રજૂ નથી કરી શકિયા. મંગળવારે પાકિસ્તાની વકીલ ખાવર કુરૈશી દલીલ રજૂ કરશે. જે બાદ ભારત ૨૦ ફેબ્રુઆરીએ તેના પર જવાબ આપશે, જ્યારે ઈસ્લામાબાદ ૨૧ ફેબ્રુઆરીએ પોતાની અંતિમ દલીલ રજૂ કરશે. આ વર્ષે આ કેસમાં ચુકાદો આવવાની આશા છે.
એક વિયેના સંધીનું ઉલ્લંઘન કરી જાધવને કોન્સ્યુલર એક્સેસ ના આપવો અને બીજું વાટાઘાટની પ્રક્રિયાનો ભંગ. ભારત તરફથી પૂર્વ સોલિસિટર જનરલ હરિશ સાલવેએ જણાવ્યું હતું કે, ‘આ એક દુર્ભાગ્યપૂર્ણ કેસ કહી શકાશે જેમાં એક માસૂમ ભારતીયનો જીવ જાખમમાં છે. પાક.ની વાર્તા ફક્ત મનઘડત છે અને કોઈ પુરાવા નથી.’ જાધવને વકીલની મદદ વગરની કસ્ટડી કાયદાની વિરુદ્ધ જાહેર થવી જાઈએ.
સાલવેએ વધુમાં ઉમેર્યું કે, ‘પાકિસ્તાન આ મંચનો દુરૂપગોય કરી પોતાનો પ્રોપોગેન્ડા ચલાવી રહ્યું છે. પાકિસ્તાને કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વગર કોન્સ્યુલર એક્સેસ આપવો જાઈએ. ભારતે કોન્સ્યુલર એક્સેસ પુરો પાડવા માટે ૧૩ વખત રીમાઈન્ડર આપ્યા છે પરંતુ ઈસ્લામાબાદ દ્વારા કોઈ પગલાં હજુ સુધી લેવાયા નથી.’
પાકિસ્તાને વળતી દલીલ કરતા જણાવ્યું હતું કે, તેમના સુરક્ષા જવાનોએ જાધવને બલુચિસ્તાન પ્રાંતમાંથી ૩ માર્ચ ૨૦૧૬ના ઈરાનથી પ્રવેશતા ઝડપી પાડ્યો હતો. જા કે ભારતે તેવો મત રજૂ કર્યો કે જાધવનું ઈરાનમાંથી અપહરણ કરાયું હતું. નેવીમાંથી નિવૃત થયા બાદ જાધવ ઈરાનમાં વ્યાપાર હિત માટે કામ કરતો હતો. જાધવને પાક. મિલિટરી કોર્ટે મોતની સજા ફટકારતા વિવાદ સર્જાયો હતો. સાલવેએ સુનાવણી દરમિયાન દલીલ કરી હતી કે, પાકિસ્તાને જાધવની ધરપકડના એક માસ બાદ છેક એફઆઈઆર ફાલ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY