આસામમાં મોબ લિંચિંગ, માતા-પુત્રની ઢોર માર મારી હત્યા

0
6

તિનસુકિયા,તા.૮
આસામના તિનસુકિયા જિલ્લાના રંગપુરી વિસ્તારમાંથી ખુબ જ દર્દનાક અને ચોંકાવનારી તસવીરો સામે આવી છે. ગુસ્સે ભરાયેલી ભીડે એક મહિલાના પતિ અને સાસુને એટલી નિર્દયતાથી માર્યા કે હોસ્પિટલ પહોંચતા પહોંચતા તો તેઓના મોત થઈ ગયાં. ચોંકાવનારી વાત એ છે કે જે સમયે આ ઘટના ઘટી તે વખતે પોલીસકર્મીઓ પણ ત્યાં હાજર હતાં પરંતુ કોઈએ તે ભીડને રોકવાનું યોગ્ય સમજ્યું નહીં.
વાત જાણે એમ હતી કે રંગપુરી વિસ્તારમાં ત્રણ દિવસથી એક મહિલા અને તેનું બે મહિનાનું બાળક ગાયબ હતાં. મહિલાના પરિજનો તેને કેટલાક દિવસોથી શોધતા હતાં, મહિલાનો મૃતદેહ શુક્રવારે શૌચાલયની ટાંકીમાંથી મળી આવ્યો અને ત્યારબાદ હોબાળો શરૂ થયો.
ગુસ્સે ભરાયેલી ભીડે મૃતક મહિલાના પતિ અજય તાતી અને સાસુ રાધા તાતીને નિર્દયતાથી મારવાનું શરૂ કર્યું. ગુસ્સે ભરાયેલી ભીડે પહેલા તો લાતો અને ઘૂસા માર્યા ત્યારબાદ લાઠી ડંડાથી પીટાઈ કરી. બંનેને ગંભીર અવસ્થામાં ડિબ્રુગઢના ચિકિત્સા મહાવિદ્યાલય હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં ડોક્ટરોએ અજય તાતીને મૃત જાહેર કર્યાં જ્યારે સાસુ રાધા તાતીનું સારવાર દરમિયાન મોત થયું.
મૃત મહિલા જમુના તાપ્તીના બે મહિનાના બાળકની હજુ પણ કોઈ ભાળ મળી નથી. પોલીસ બાળકની શોધ કરી રહી છે. પોલીસની એક ટીમે મૃત મહિલાના શબને પોતાના કબ્જોમાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. આ ઘટના બાદ વિસ્તારમાં ખુબ તણાવ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY