જાપાનમાં છરી દ્વારા શાળાની વિદ્યાર્થિનીઓ પર હુમલો, ત્રણના મોત

0
21

ટોક્યો,તા.૨૮
જાપાનની રાજધાની ટોકિયોમાં તે સમયે અફરાતફરી થઈ ગઈ જ્યારે એક વ્યકિતએ મંગળવાર સવારે (જાપાનના સમય મુજબ) ભારે ભીડ હતી ત્યારે એક બસ સ્ટોપ પર રાહ જાઈ રહેલા પેસેન્જર્સ પર હુમલો કરી દીધો. તેમાં ત્રણ લોકોનાં મોત થઈ ગયા અને ૧૩ બાળકો સહિત ઓછામાં ઓછા ૧૯ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
એનએચકે રાષ્ટ્રીય ટેલીવિઝને અધિકારીઓના હવાલો આપતા કહ્યુ કે કાવાસાકી શહેરમાં બસ સ્ટોપ પર લોકો પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો. પોલીસના હવાલાથી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈજાગ્રસ્તાને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે એક બાળક અને બે પુખ્ત વયના લોકોનાં મોત થયા છે.
પોલીસે જ્યારે આ હુમલાખોરની ધરપકડ કરી તો તેને ધરપકડ પહેલા પોતાના ખભામાં પણ ચાકૂ મારીને પોતાની જાતને ઘાયલ કરી દીધી. કાવાસાકી ફાયર ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે સ્થાનિક સમયમુજબ સવારે ૭.૪૫ વાગ્યે અમને એક ઇમરજન્સી કોલ આવ્યો હતો.
કાવાસાકી ફાયર બ્રિગેડના એક અધિકારીએ કહ્યુ કે એક વ્યકિતનું મોત થઈ ગયું છે. એનએચકેએ કહ્યુ કે હુમલાખોરને પકડી લેવામાં આવ્યો છે અને ઘટનાસ્થળેથી બે ચાકૂ જપ્ત કરવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY