ટ્રાફિક સમસ્યાને હળવી બનાવવા રૂપાણીના રાજકોટમાં અંડરબ્રીજ બનાવશે

0
68

રાજકોટ,
તા.૮/૫/૨૦૧૮

આ અંડરબ્રીજ પાછળ ૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે

રાજકોટની ટ્રાફિક સમસ્યા નિવારવા મનપા દ્વારા શહેરના કાલાવડ રોડ પર અને રૈયા રોડ પર બે અંડરબ્રીજ બનાવવામાં આવશે. મંગળવારે મનપા કમિશ્નરે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં અને જણાવાયું હતું કે શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે શહેરના હાર્દ સમા કાલાવડ રોડ પર કે.કે.વી ચોક ખાતે અને રૈયા રોડ પર આમ્રપાલી ફાટક નીચે અંડરબ્રીજ બનાવવામાં આવશે. આ અંડરબ્રીજ પાછળ ૪૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેમજ આ અંડરબ્રીજ માટે ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે.

રાજકોટ મનપા દ્વારા કરાયેલી આ જાહેરાતને રાજકોટવાસીઓએ આવકારી છે. આનાથી રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેમ લોકોનું માનવું છે. રાજકોટવાસીઓ લાંબા સમયથી આ નિર્ણય લેવાય તેની રાહ જાઈ રહ્યા હતા. ટ્રાફિકમાં પડતી મુશ્કેલીઓનો આ નિર્ણયથી અંત આવશે તે આશાથી રાજકોટવાસીઓએ હાશકારો અનુભવ્યો હતો. પણ આ અંગેની કામગરીરી વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY