ડાઉન ટ્રેક પર પાણીને લીધે બપોર બાદ પણ ૧૨ થી વધુ ટ્રેનોનો શિડયુઅલ ખોરવાયેલો રહ્યો
દક્ષિણ ગુજરાતમાં પડેલાં ભારે વરસાદની અસર ટ્રેન સેવા ઉપર આવી હતી. વલસાડ નજીક સંજાણમાં ટ્રેક ઉપર વરસાદી પાણી ફરી વળવાને કારણે મુંબઈથી અમદાવાદ તરફની ટ્રેનો સવારે પંદર મિનિટથી માંડી ત્રણ કલાક જેટલી મોડી પડી હતી. સુરત સ્ટેશને ડઝનેક જેટલી ટ્રેનો મુંબઈ તરફથી મોડી આવતાં હજ્જારો પ્રવાસીઓ અટવાયાં હતાં. જો કે, મોડી સાંજ સુધી પણ સ્થિતિ સુધરી નહોતી. મુંબઈ તરફથી આવતી ટ્રેનો ત્રણથી ચાર કલાક મોડી પડી રહી છે. વિરાર અને સુરત વચ્ચે ભારે વરસાદને પગલે તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો બાન્દ્રા અને દાદર ટર્મિનસ તથા મુંબઈ સેન્ટ્રલ આવી હતી. દક્ષિણ ગુજરાતના સંજાણ નજીકના ડાઉન લાઈનના પાટાંઓ ઉપર પાણી ફરી વળતાં ટ્રેન વ્યવહારને અસર થઈ હતી. રેલવે સૂત્રો પાસેથી મળી માહિતી અનુસાર સવારના સાડા નવથી બપોરના સવા બે વાગ્યા દરમિયાનની મુંબઈ તરફતી આવતી ટ્રેનો ૧૫ મિનિટથી માંડી ત્રણ કલાક જેટલી મોડી પડી હતી. જો કે, બપોર પછી પણ ટ્રેનોનો શિડયુલ ખોરવાયેલો રહ્યો હતો. બપોરના સવા બે વાગ્યા સુધીમાં ડઝનેક જેટલી ટ્રેનો તેના સમયપત્રકથી પાછળ દોડી રહી હતી. કઈ-કઈ ટ્રેનો મોડી પડી સુરત રેલવે સ્ટેશને મોડી આવેલી ટ્રેનો આ પ્રમાણે છે : ૧૨૦૦૯-શતાબ્દી એક્સપ્રેસ ૨ કલાક, ૬૯૧૯૧-સંજાણ-સુરત ૧૫ મિનિટ, ૨૨૯૫૩-ગુજરાત એક્સપ્રેસ ૨ કલાક, ૧૨૯૩૫-બાન્દ્રા-સુરત ૨ કલાક ૧૦ મિનિટ, ૧૨૪૭૧-સ્વરાજ એક્સપ્રેસ ૧ કલાક ૨૫ મિનિટ, ૦૯૦૬૯-વાપી સુરત ૩ કલાક, ૧૬૫૮૭-યશવંતપુર બિકાનેર ૨ કલાક, ૬૯૧૩૯-બોરીવલી-સુરત ૫૫ મિનિટ, ૧૯૦૨૩-ફિરોઝપુર જનતા એક્સપ્રેસ ૧ કલાક ૪૫ મિનિટ, ૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ૧ કલાક ૧૫ મિનિટ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





