અમદાવાદ કોર્પોરેશનની આવકમાં બે મહિનામાં થયેલો રૂ. 120 કરોડનો જંગી ઘટાડો

0
289
સોફ્ટવેરની ખામીના કારણે બાંધકામના પ્લાન પાસ જ થઈ રહ્યા નથી

રાજ્ય સરકારે બાંધકામના પ્લાન ઓનલાઈન પાસ કરવાની યોજના મુક્યાને બે મહિના થવા આવ્યા છતાં તેના ‘સોફ્ટવેર’ની ખામીના કારણે ગાડી પાટે ચડવાના હજુ પણ ઠેકાણાં પડતાં નથી. માત્ર નાના સ્વતંત્ર માલિકીના બંગલાના પ્લાન જ મોટાભાગે પાસ થઇ શક્યા છે. અમદાવાદ મ્યુનિ. સમક્ષ આવેલા ૧૫૬માંથી માત્ર ૯ પ્લાન જ પાસ થયાં છે. આમ થવાને કારણે મ્યુનિ.માં પ્લાન પાસ થવાની પ્રક્રિયા વખતે ભરાતી રકમમાં પણ બે મહિનામાં૧૨૦ કરોડની જંગી ખોટ ગઇ છે. આ અંગેની વિગતો એવી છે કે, મ્યુનિ.માં પ્લાન પાસીંગની રોજની આવક સરેરાશ રૃ. બે કરોડ જેટલી છે, જે ઘટીને બે મહિનાની કુલ આવક માત્ર રૃ. ૧૨ લાખ જેટલી જ થઇ છે. પ્લાનની કાર્યવાહી દરમ્યાન જંત્રી પ્રમાણે ભરવાની થતી રકમ, ચાર્જેબ એફએસઆઈ, ઓછી કપાત સામે બેટરમેન્ટની રકમ, એફ ફોર્મ અને પાર્ટ પ્લાન વગેરેની આવક વર્ષે રૃ. ૮૫૦ કરોડથી વધુ હોય છે. મ્યુનિ.ના બજેટમાં આ આવકની મહત્ત્વની ભૂમિકા હોય છે. આ દ્રષ્ટિએ મ્યુનિ.નું વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ ગરબડાવાની સ્થિતિ પેદા થઇ છે. સરકારનો ઇરાદો ખૂબ જ ઉમદા છે. તમામ મ્યુનિ. અને ઓથોરિટીમાં ટીડીઓ ખાતામાં પ્રવર્તતા બેફામ ભ્રષ્ટાચારને નાથવાનો હેતુ છે, પણ સોફ્ટવેરની ક્ષતિના કારણે આ ઉચ્ચ હેતુ ઉંધો વળી જશે તેવી વિષમ સ્થિતિ પેદા થઇ છે. વડોદરામાં પણ ૫૬ પ્લાન રજુ થયા હતા તેમાંથી માત્ર ૮ જ પાસ થયા છે. સૌથી ખરાબ સ્થિતિ ઔડાની છે, જ્યાં ૪૦ જેટલાં પ્લાન રજુ થયા હતાં તેમાંથી માત્ર ૧ જ પાસ થયો છે. બીજી તરફ રિવાઇઝ પ્લાન તો મુકી જ નથી શકાતા. જેના કારણે ચાલુ પ્રોજેક્ટમાં બાંધકામમાં નજીવા ફેરફારો બિલ્ડરે કર્યા હોય અને બીયુ પરમીશન લેતાં પહેલાં રિવાઇઝ પ્લાન મંજુર કરાવવાની જરૃરિયાત હોય તો સ્થિતિ ખૂબ જ કફોડી થાય છે. આવી ૫૮થી ૬૦ જેટલી તૈયાર થઇ ગયેલી સ્કીમોની બીયુની ફાઈલો ટલ્લે ચડેલી છે. ત્રીજી તરફ બીયુ સમયસર ના લેવાય તો રેરાના કાયદા અન્વયે આપેલી મુદતનું પાલન થતું નહીં હોવાથી નવો જ ગંભીર પ્રશ્ન ઉભો થાય છે. પહેલાં નોટબંધી, ત્યારબાદ જીએસટી અને રેરા, છેલ્લે ઓનલાઈન પ્લાન પાસીંગની પ્રક્રિયાના અધકચરાં અમલના કારણે રિયલ એસ્ટેટના વ્યવસાયને મોટો ધક્કો પહોંચ્યો છે. પ્રોજેક્ટ લેઇટ થવાના કારણે ઓવરહેડઝ વધતાં સરવાળે સામાન્ય લોકોને જ મકાનો મોંઘા પડવાના છે. સામાન્ય જનને પરવડે તેવી કિંમતે ઘરના ઘરની ગુલબાંગો કાગળ પર જ રહી જવાની છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY