મેલાનિયાનું વિમાન ફિલાડેલ્ફિયા જઈ રહ્યું હતું ત્યારે ટ્રમ્પની પત્ની મેલાનિયાના વિમાનમાંથી ધુમાડો નીકળતાં અધવચ્ચેથી પરત ફર્યું

0
10

વાશિંગ્ટન,તા.૧૮
અમેરિકાનાં પ્રથમ મહિલા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં પત્ની મેલાનિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં થતાં રહી ગયું. મેલાનિયાનું વિમાન ફિલાડેલ્ફિયા જઇ રહ્યું હતું ત્યારે જ વિમાનની કેબિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. ત્યાર બાદ વિમાનને જાઇન્ટ બેઝ એન્ડ્રુઝ મથકે પરત લવાયું. આ જાણકારી વિમાનમાં બેઠેલા પત્રકારોએ જણાવી.
મીડિયા રિપોર્ટ મુજબ વિમાનમાં બેઠેલા પત્રકારોએ જ્યારે કેબિનમાં ધુમાડો નીકળતો હોવાની ફરિયાદ કરી તો તેમને જણાવાયું કે જા સ્થિતિ ખરાબ જણાતી હોય તો તેઓ ચહેરા પર ભીનું કપડું લગાવી લે, પરંતુ થોડી જ વારમાં ધુમાડો નીકળતો બંધ થઇ ગયો અને વિમાન પણ સુરક્ષિત પરત ફર્યું.
મેલાનિયા ટ્રમ્પની પ્રવક્તા સ્ટેફની ગ્રીશ્મે જણાવ્યું કે મેલાનિયા ટ્રમ્પ ફિલાડેલ્ફિયા હોસ્પિટલનું નિરીક્ષણ કરવાનાં હતાં અને એ પરિવારોને મળનાર હતાં, જેમનાં બાળકો ઓપિયોડથી પ્રભાવિત હતાં. ગ્રીશ્મે જણાવ્યું કે મેલાનિયાની ટીમ એ વાત પર વિચારી રહી છે કે આ પરિવારોને મળવા માટે હવે અલગથી વ્યવસ્થા થઇ શકે છે કે કેમ?

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY