રિયાધ,તા.૨૦
ચારેય બાજુથી દબાણ અને અંદાજે બે સપ્તાહ સુધી ઇન્કાર કરતાં રહ્યાં બાદ આખરે સાઉદી અરબે માન્યું કે ગુમ થયેલા પત્રકાર જમાલ ખશોગીનું મોત થઇ ચૂકયું છે. સાઉદી અરબમાં અટાર્ની જનરલના મતે શરૂઆતની તપાસ પરથી ખબર પડી કે ખશોગીની સાઉદી અરબના ઇસ્તાંબુલ સ્થિત વાણિજિયક દૂતાવાસમાં એક ઝપાઝપી બાદ મોત થયું.
જા કે અટાર્ની જનરલે કહ્યું કે અત્યારે તપાસ ચાલી રહી છે. આ કેસમાં સાઉદી અરબના ૧૮ લોકોની ધરપકડ કરાઇ છે. સાથો સાથ ડેપ્યુટી ઇન્ટેલિજન્સ ચીફ અહમદ અલ અસીરી અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના કાયદાકીય સલાહકાર અલ કથાનીને સસ્પેન્ડ કરી દેવાયા છે.
ઉલ્લેખનીય છે કે ખશોગીનું બે આૅક્ટોબરના રોજ વાણિજય દૂતાવાસમાં ઘૂસયા બાદ દેખાયો નહોતો. તુર્કીના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ૧૫ સાઉદી એજન્ટોએ ખશોગીની વાણિજય દૂતાવાસમાં હત્યા કરી દીધી અને તેમના શરીરના ટુકડે-ટુકડા કરી નાંખ્યા. જમાલ ખશોગી સાઉદી અરબના રહેવાસી હતા અને વાશિંગ્ટન પોસ્ટમાં લેખ લખતા હતા. ખશોગીને છેલ્લે સાઉદી અરબના ઇસ્તાંબુલ સ્થિત વાણિજય દૂતાવાસમાં પ્રવેશ કરતાં ૨ આૅક્ટોબરના રોજ દેખાયા હતા. શરૂઆતથી જ તુર્કીના અધિકારી દાવો કરી રહ્યાં છે કે ખશોગીની હત્યા કરી દેવાઇ છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પેનું કહેવું છે કે, મને લાગે છે કે, સાઉદી અરબના ગુમ થયેલા પત્રકાર જમાલ ખશોગીનું મોત થયું છે. સાથે જ તેમણે આ મામલે સાઉદી અરબનો હાથ હશે તો ખુબજ ગંભીર પરિણામ ભોગવવાની પણ ચેતવણી આપી છે. અમેરિકન વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓ દ્વારા સાઉદી અરબ અને તુર્કીમાં કરેલી તપાસની જાણકારી આપ્યા બાદ ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે.
ચાલુ મહિનાની શરૂઆતમાં તુર્કીની રાજધાની ઈસ્તાનબુલ સ્થિત સાઉદી અરબના દુતાવાસમાં પ્રવેશ કર્યા બાદથી ગુમ થયેલા ખશોગી મામલે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, દુતાવાસની અંદર જ તેમની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના બાદ અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોએ તેમનો અવાજ બુલંદ કર્યો છે. અને ચાર દેશોએ રિયાદમાં થનારા નિકાસ સંમેલનનો બહિષ્કાર કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






