
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંરક્ષણવાદી વલણ કઠોર વલણ અપનાવી રહ્યા છે જેના કારણે દુનિયાના દેશો હેરાન થયેલા છે. આના કારણે ચીની પ્રમુખ શી ઝિનપિંગને ભારત સાથે હાથ મિલાવવાની જરૂર પડી રહી છે. ભારતને પણ ચીનની સાથે રહેવાની જરૂર દેખાઇ રહી છે. હવે ક્ષત્રીય કારોબારી સમીકરણ બદલાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. એકબાજુ અમેરિકા સાથે વેપાર યુદ્ધ શરૂ થયા બાદ ચીનને ભારતની જરૂરિયાત દેખાઇ રહી છે. ચીનને ભારતના વિશાળ બજારની જરૂર દેખાઇ રહી છે. ચીન પોતાના વેપારિક તંત્રને મધ્ય એશિયામાં વધારી દેવા માટે ઇચ્છુક છે. જેથી તે ભારત સાથે સહકાર ઇચ્છે છે. બીજી બાજુ ટ્રમ્પના અનિશ્ચિત વલણથી તથા તેની વીઝા પોલીસીથી ભારત પણ પરેશાન છે. જેથી તેને ચીનની જરૂર દેખાઇ રહી છે. એકંદરે અમેરિકીની નીતિના કારણે બન્ને દેશો એક મત થઇ રહ્યા હોવાનુ પણ કેટલાક લોકો કહી રહ્યા છે. અમેરિકાના સંરક્ષણવાદના વલણના કારણે વિશ્વ વેપારનુ સ્વરૂપ હવે બદલાઇ રહ્યુ છે. ક્ષેત્રીય કારોબારી સમીકરણ વધારે ઉપયોગી બની રહ્યા છે. ભારત અમેરિકાના સૌથી નજીકના અને વિશ્વાસુ દેશ હોવાના દાવા ટ્રમ્પ ભલે કરી રહ્યા હોય પરંતુ તેમની નીતિ ભારતની તરફેણમાં બિલકુલ દેખાઇ રહી નથી. હાલમાં તેમના દ્વારા જે કઇ પણ પગલા લેવામાં આવી રહ્યા છે તેનાથી આ બાબત બિલકુલ સ્પષ્ટ થઇ રહી છે. અમેરિકી સુરક્ષા વિભાગે એવા પ્રસ્તાવ પર વિચારણા કરવાની શરૂઆત કરી છે જે હાલમાં પેન્ડિંગ પડેલા છે પરંતુ ખુબ મહત્વપૂર્ણ પણ છે. ગ્રીન કાર્ડને મંજુરી આપવાની પ્રક્રિયા વેળા એચ-૧બી વીઝાની અવધિ વધારી દેવાની બાબત પર રોક મુકવાની હિલચાલ ચાલી રહી છે. જા આ પ્રસ્તાવને મંજુરી મળી જશે તો મોટી સંંખ્યામાં ભારતીય લોકોને અને પ્રોફેશનલ લોકોને નુકસાન થશે. જા આ પ્રસ્તાવને મંજુરી મળી જશે તો ત્યાં રહેતા બિન અમેરિકી મજુરો એ વખત સુધી એચ-૧બી વીઝા રાખી શકશે નહી જ્યાં સુધી તેમને ગ્રીન કાર્ડ મળી જતા નથી. આ પગલાને અમેરિકી પ્રમુખ ટ્રમ્પના બાય અમેરિકન હાયર અમેરિકન અભિયાનના એક હિસ્સા તરીકે જાવામાં આવે છે. આ હેઠળ તેઓ વિદેશી નાગરિકોના બદલે અમેરિકી નાગરિકોને સર્વોચ્ચ પ્રાથમિકતા જુદા જુદા ક્ષેત્રોમાં આપનાર છે. નોકરી પોતાના દેશના લોકોને જ આપવાની જાહેરાત ટ્રમ્પ કરી ચુક્યા છે. અમેરિકામાં હાલમાં લાખો ગ્રીન કાર્ડ અરજીઓ પેન્ડિંગ પડેલી છે. જા પ્રસ્તાવ પાસ થઇ જશે તો ઓછામાં ઓછા પાંચ લાખ ભારતીય લોકોને અમેરિકાથી પરત ફરવાની ફરજ પડી શકે છે. અમેરિકામાં આશરે ૮૫૦૦૦ એચ-૧બી વીઝા જારી કરનાર છે. આમાંથી ૫૦ ટકાથી વધારે ભારતીય પ્રોફેશનલ કર્મચારીઓને મળનાર છે. ૨૧મી સદીના પહેલાના દશકમાં વિશ્વ આર્થિક ઉદારીકરણનો દોર ચાલ્યો હતો. જેમ જ અમે તેના બીજા દશકની તરફ અગ્રેસર થઇ રહ્યા ટ્રમ્પની છીએ પશ્ચિમમાં ઇમિગ્રેશનને લઇને પ્રશ્નો ઉઠવાની શરૂઆત થઇ ગઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ લાગી રહ્યુ છે કે હવે ઉદારીકરણનો દોર ખતમ થઇ રહ્યો છે. તેની અસર સમગ્ર દુનિયામાં પડનાર છે. અલબત્ત એચ-૧બી વીઝા અસ્થાયી વર્ક વીઝા છે. પરંતુ વીઝા ધારકો હવે નવી ટેવ અપનાવી લીધી છે. તેઓ ગ્રીન કાર્ડ માટે અપીલ કરતા નથી અને અમેરિકામાં રહે છે. તેમને અતિ કુશળ વર્ગમાં ગણવામાં આવે છે. તેમની સરેરાશ આવક બીજા કામકાજી વર્ગ અને જુથ કરતા ખુબ વધારે હોય છે. ગયા સપ્તાહમાં જ જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં કહેવામાં આવ્યુ હતુ કે અમેરિકી અને બિન પ્રવાસીઓની વચ્ચે પૈસાની લેવડદેવડમાં ૬.૮ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્થાનિક સ્તર પર લેવડદેવડ અને ચુકવણી દેશની આયાતને મુક્ત કરવા માટે નાણાંના ખાસ સાધન તરીકે છે. એચ-૧બી વીઝા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ રોજગાર અને નાણાં ટ્રાન્સફર કરવા સાથે સંબંધિત નિયમોમાં ભારે ફેરફાર થનાર છે. જેની સીધી અસર ભારતમાં થનાર છે. ભારત સરકાર દ્વારા આઇટી નિષ્ણાંતો અને સરકારી અધિકારીઓના એક ગ્રુપે આ દિશામાં સક્રિય થઇને ધ્યાન આપવાની જરૂર છે. આવા એક ગ્રુપની રચના કરવાની સમયની માંગ છે. આ આઇટી નિષ્ણાંત અને અધિકારીનુ ગ્રુપ ચાંપતી નજર રાખીને પરિÂસ્થતીમાં અભ્યાસ કરે તે જરૂરી છે. વર્તમાન ફેરફાર પર ધ્યાન રાખીને અર્થવ્યવસ્થા અને રોજગાર સંબંધિત ભાવિ મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર રહે તે જરૂરી છે. આ ગ્રુપ જરૂરી સુચન પણ કરી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



