ભરૂચ નગરપાલિકાએ ૩ સેનેટરી ઇન્સ્પેકટરને ફરજ પર બેદરકારી બદલ ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કર્યા

0
79

ભરૂચ,
ભરૂચ નગર ગંદકીનું સામ્રાજય છે એમ કેહવું એ સત્ય છે. ત્યારે પોતાની ફરજ અંગે બેદરકારી દાખવનાર મુકાદમ અને સેનેટરી ઇન્સ્પેકટરને ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોની પાસેથી મળતી માહીતી મુજબ ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરજ બજાવતા ત્રણ જેટલા વરદ મુકાદમ તેમજ સેનેટરી ઇન્સ્પેકટરોને ફરજ પર બેદરકારી બતાવવા અંગે અને ફરજ પર યોગ્ય કામકાજ ન કરતા હોવાના પગલે ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે. જેમાં પાલિકાના વોર્ડનં.૧૦માં ફરજ બજાવતા નાશીર શેખ અને યુસુફ થોરાટ તથા પાલિકાના વોર્ડ નં.૬માં ફરજ બજાવતા કૌશિક આમોદીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હૂકમના કરવામાં આવતા અન્ય વોર્ડના કર્મીઓ સહિત મુકાદમોમાં પણ ફફડાટ ફેલાયો છે.
છેલ્લા કેટલાય સમયથી આ કર્મચારીઓ તેઓના વોર્ડ વિસ્તારની ફરીયાદોના નિરાકરણ માટે બેદરકારી ભર્યું વલણ અપનાવતા હતા અને શહેરના લોકોમાં ફરીયાદો વધતા તેઓ ઉપર તાત્કાલિક ધોરણે જે પગલાં લેવામાં આવ્યા ખરેખર જે શરાહનીય બાબત છે. જો આ જ મુજબ પાલિકા અધિકારી કડક બને તો જરૂર ભરૂચ શહેર સ્વચ્છ અને સુંદર બની રહે તેવી આશા સેવાઇ રહી છે. સાથે જ પ્રજા જો કચરો કચરા નાખવાની જગ્યા એ જ નાખે તો તેમનો રહેણાંક વિસ્તાર પણ સુંદર દેખાશે અને રોગચારો ઓછો ફેલાશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY