નિંદ્રાધીન વૃદ્ધ પર દીપડાએ હુમલો કરતા ખળભળાટ

0
9

ઉના,તા.૨
દાંડી ગામમાં વાડીએ રખીને રખોપું કરતા વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી વૃદ્ધને ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સાથે જ ઘટનાની જાણ વનવિભાગને થતાં વનવિભાગે ૨ કિમી ગૂર આવેલા સેંજળિયા ગામમાંથી દીપડાને પાંજરે પૂર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, દાંડી ગામે રહેતા કરશનભાઇ જેઠાભાઇ મજેઠીયા(ઉ. ૬૫) વાડીમાં પાકનું રખોપું કરવા ગયા હતા. રાત્રે તેઓ વાડીમાં ઝુંપડી નીચે ખાટલા પર સુતા હતા. ત્યારે વ્હેલી પરોઢે ચારેક વાગ્યાના અરસામાં અચાનક જ શિકારની શોધમાં નિકળેલો એક દીપડો વાડીમાં આવી ચઢ્યો હતો અને અચાનક જ કરશનભાઇ પર ત્રાટક્યો હતો. આથી કરશનભાઇએ રાડારાડ કરતાં દીપડો ત્યાંથી નાસી છુટ્યો હતો. રાત્રીના સમયે તેમને સારવાર ન મળતાં તેઓને સવારે ઊના સરકારી હોસ્પીટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં વનવિભાગનો સ્ટાફ હોસ્પીટલે દોડી ગયો હતો. દરમ્યાન દાંડીથી માત્ર ૨ કિમી દૂર આવેલા સેંજળીયા ગામે દીપડો વહેલી સવારે ૫ વાગ્યે પાંજરે પૂરાઇ ગયો હતો. જોકે, દાંડીમાં વૃદ્ધ પર હુમલો કરનાર દીપડોજ પકડાયો છે કે કેમ, એ અંગેની ખરાઇ બાકી હોવાનું વનવિભાગે જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY