આશાબેન પટેલને ફટકો, બેઠકમાં ૨૦% મહિલા પણ હાજર નહિ

0
40

ઊંઝા,તા.૮
ઊંઝા વિધાનસભા બેઠકના ઉમેદવારો માટેની સેન્સ લેવા આવેલા નિરીક્ષકો સમક્ષ પણ નારણ લલ્લુના સમર્થકોએ ખુલ્લી ધમકી આપી હતી કે જા આશાબેનને ઊંઝા બેઠક માટે ટિકિટ આપશો તો અમે તેમને હરાવીશું એટલું જ નહીં ઉમેદવારી પત્ર ભરવાના આગલા દિવસે એટલે કે ૩જી એપ્રિલે નારણ લલ્લુના સમર્થકો બસ ભરીને કમલમમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો કે એક તબક્કે સ્થિતિ કાબૂ બહાર જતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, ત્યારબાદ વડાપ્રધાનના વિશ્વાસુ ગણાતા ભીખુ દલસાણીયા કમલમમાંથી બહાર આવ્યા હતા. તેઓએ ટોળાના માણસો સાથે વાતચીત કરી હતી અને યોગ્ય કરવાની ખાતરી આપી બધાને રવાના કર્યા હતા.
જાકે ટોળાએ ચોખ્ખી ધમકી આપી હતી કે જા આશાબેન પટેલને ટિકિટ આપવામાં આવશે તો અમે તેમના વિરુદ્ધમાં કામ કરીશું. આમ છતાં ભાજપ હાઇકમાન્ડે આશાબેનને ટિકિટ આપી દીધી છે. જેને કારણે ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને ઊંઝામાં માહોલ ખૂબ જ ખરાબ થઈ રહ્યો છે. ઊંઝા બેઠક માટે ભાજપની ટિકિટ પરથી ફોર્મ ભરનાર આશાબેને પ્રચાર કાર્ય શરૂ કર્યું છે તે સમયે જ આશાબેન નો પરચો પણ મળી ગયો છે.
આશાબેને સોસાયટીમાં મહિલા મતદારો માટે એક બેઠક રાખી હતી. જેમાં માત્ર ૨૦થી ૨૨ જેટલી મહિલાઓ આવી હતી. આશા બેનની અપેક્ષા કરતા હાજરી ૨૦% પણ નહોતી બીજી બાજુ વરસોથી ભાજપમાં રહેલા અને ૨૦૧૭ની ચૂંટણીમાં આશાબેન પટેલ સામે હારી ગયેલા ભાજપના દિગ્ગજ નેતા નારણ લલ્લુ આ વખતે ભાજપ હાઈકમાન્ડને પાઠ ભણાવવા માગે છે. આથી જ તેમના સમર્થકોએ અત્યારથી જ આશાબેન પટેલ ચૂંટણીમાં હારી જાય તેવું વાતાવરણ બનાવવાનું શરૂ કરી દીધું છે. આથી એવું દેખાઈ રહ્યું છે કે ઊંઝા વિધાનસભાની બેઠક જીતવી ભાજપ માટે જરા પણ સહેલું કામ નહીં હોય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY