ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયાના સૌજન્યથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

0
232

ઉપલેટા: આજરોજ તા. ૧/૭/૨૦૧૮ ને રવિવાર ના રોજ ઉપલેટા બસસ્ટેન્ડ ચોકમાં આવેલ સિંહાર પ્રાથમિક શાળા ખાતે ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાના સૌજન્યથી ઉપલેટા શહેર તથા તાલુકાના ગામડાઓમાં વસતા ગરીબ જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન ઉપલેટા કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. ધારાસભ્યને મળતો પગાર ઉપલેટા તથા ધોરાજીના જરૂરિયાતમંદ દર્દીઓ માટે પચાસ પચાસ ટકા વાપરવાનો નિર્ણય કર્યો હતો. જે બોલેલું પાળી બતાવી તેના નિર્ણયને યથાર્થ ઠેરવ્યો હતો. આ કેમ્પમાં આવેલ જરૂરીયાતમંદ દર્દીઓને જરૂરી દવા, કાર્ડિયોગ્રામ, નિદાન માટે લોહીની તપાસ તદ્દન વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. તેમજ દર્દીઓ માટેની દવા ઉપલેટા બાવલા ચોકમાં આવેલ આરામ ગેસ્ટ હાઉસ નીચેના પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર ખાતેથી વિનામૂલ્યે આપવામાં આવી હતી. તેમજ RSBY યોજના અંતર્ગત જરૂરીયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરવામાં આવશે. આ કેમ્પમાં સર્જીકલ, ગાયનેક તેમજ ફિઝિશિયનને લગતા રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. હવે પછીનો આવોજ મેડિકલ કેમ્પ તા. ૫/૮/૨૦૧૮ ને ગુરૂવારના રોજ રાખેલ છે. જેમાં બહારગામના ડોકટરો પોતાની માનદ સેવાઓ આપશે. આ કેમ્પમાં ડો. રાજીવ ધોકિયા, ડો. હિતેષ કાલરીયા, ડો. પિયુષ કણસાગરા, ડો. જ્યોતિ કણસાગરાએ પોતાની માનદ સેવાઓ આપી હતી. આ તકે ધારાસભ્ય લલિતભાઈ વસોયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર, પૂર્વ ઉપપ્રમુખ, કોંગ્રેસી આગેવાન તથા પત્રકાર સંઘના પ્રમુખ કૃષ્ણકાંતભાઈ ચોટાઈ, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડીયા, બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રદીપભાઈ વ્યાસ, ગઢાળાના સરપંચ નારણભાઈ આહિર, મુસ્લિમ સમાજના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598/7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY