યુએસ ઓપન : ઓસાકા અને સેરેના વચ્ચે ફાઇનલજાપાની સ્ટાર ઓસાકા ઇતિહાસ સર્જવા માટે ઉત્સુક છે નડાલ અને જાકોવિક વચ્ચે ફરીવાર રોચક જંગ થઇ શકે

0
58

ન્યુયોર્ક, તા.૭
યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનસિપમા મહિલા સિંગલ્સની ફાઇનલ મેચ હવે મહાન ખેલાડી સેરેના વિલિયમ્સ અને જાપાનની કિલર બનેલી ઓસાકા વચ્ચે રમાશે. પોતાની સેમીફાઇનલ મેચમાં જાપાની સ્ટારે કિ પર સીધા સેટામાં ૬-૨, ૬-૪થી જીત મેળવી હતી. જ્યારે અન્ય સેમીફાઇનલમાં સેરેના વિલિયમ્સે સેવાસ્ટોવા પર ૬-૩, ૬-૦થી જીત મેળવી હતી. આની સાથે જ હવે સેરેના વિલિયમ્સ ફરી એકવાર ફેવરીટ ખેલાડી બની ગઇ છે. તે ગ્રાન્ડ સ્લેમમાં કેટલાક નવા રેકોર્ડ સર્જવા માટે તૈયાર છે. જાપાની ઇતિહાસ ઓસાકા ઇતિહાસ રચી શકે છે. આ વખતની સ્પર્ધા ખુબ જ રોમાંચક દેખાઈ રહી છે. સિંગલ્સ ચેમ્પિયન બનનાર ખેલાડીને ૩.૮ મિલિયન ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે જ્યારે સિંગલ્સ ફાઈનાલિસ્ટને ૧૮૫૦૦૦૦ ડોલરની રકમ આપવામાં આવનાર છે. સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઈનલમાં વિજેતા બનનારને પણ જંગી રકમ ચુકવવામાં આવનાર છે. સ્પેનના રાફેલ નડાલ સામે આ વખતે મોટા પડકાર રહેલા છે. રાફેલ નડાલ સામે આ વખતે પુરુષોની સિંગલ્સ ફાઈનલ પહેલા નોવાક જાકોવિક અને રોજર ફેડરર પડકાર ફેંકી શકે છે. નડાલને પોતાના તાજને જાળવવા માટે જારદાર મહેનત કરવી પડશે. આવી જ રીતે મહિલા સિંગલ્સમાં પણ સ્ટેફાનેને તાજને જાળવવા મુશ્કેલી રહેશે. કારણ કે, સેરેના વિલિયમ્સ પણ મેદાનમાં ઉતરી રહી છે. ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો યુએસ ઓપનમાં સૌથી વધુ વખત તાજ પાંચ વખત રોજર ફેડરર, જીમી કોનર્સ, પેટ સામ્રસે જીત્યા છે જ્યારે મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સે છ વખત તથા ક્રિસ એવર્ટે પણ છ વખત મહિલા સિંગલ્સનો તાજ જીત્યો છે. ગયા વર્ષની સરખામણીમાં ઇનામી રકમમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રેકોર્ડ ૩.૮ મિલિયન ડોલરનીરકમ ખર્ચ કરવામાં આવનાર છે. સિંગલ્સ વિજેતાને ગયા વર્ષની સરખામણીમાં ૨.૭ ટકા વધુ રકમ મળશે. રોજર ફેડરર બહાર થઇ ગયા બાદ હવે ફાઈનલ મેચ જાકોવિક અને નડાલ વચ્ચે રમાય તેમ માનવામાં આવે છે. મહિલા વર્ગમાં જાપાનની ખેલાડી મોટા અપસેટ સર્જવાની તૈયારી છે. ઓસાકા કેવો દેખાવ કરે છે તેના ઉપર તમામની નજર રહેશે. ક્વાર્ટર ફાઈનલ મેચમાં જાપાનના નિશીકોરીએ મારિન સિલિક ઉપર પ્રથમ સેટ ગુમાવ્યા બાદ ૨-૬, ૬-૪, ૭-૬, ૪-૬ અને ૬-૪થી જીત મેળવી હતી. જ્યારે નોવાક જાકોવિકે મિલમેન ઉપર ૬-૩, ૬-૪, ૬-૪થી જીત મેળવી હતી. ૧૧ વખત જાકોવિક ક્વાર્ટર ફાઇનલ મેચમાં અપરાજિત રહ્યો છે. બીજી બાજુ નડાલ છેલ્લી ત્રણ ગ્રાન્ડસ્લેમમાં ડેલપોટ્રો સામે જીત મેળવવામાં સફળ રહ્યો છે. ફાઈનલમાં સ્થાન મેળવવા માટે તેને પણ સારી તક રહેલી છે. યુએસ ઓપનમાં આ વખતે મહિલા વર્ગમાં શરૂઆતથી મોટા અપસેટો સર્જાયા હતા. પ્રથમ ક્રમાંકિત સિમોના હાલેપ પ્રથમ રાઉન્ડમાં જ ફેકાઈ હતી. ટોપ ત્રણ ખેલાડીઓ શરૂઆતી તબક્કામાં જ ફેંકાઈ ગઈ હતી. હવે સેરેના વિલિયમ્સ ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY