અમદાવાદ,તા.૨૨
ગુજરાતની ઉત્સવપ્રિય ભાજપની સરકારે છેલ્લા બે વર્ષમાં ઉત્સવો પાછળ ૪૩ કરોડનો ખર્ચ કર્યો છે. આ ખર્ચ મુખ્યત્વે પતંગોત્સવ અને નવરાત્રી મહોત્સવમાં થયો છે. ગુજરાત સરકારે ૨૦૧૬-૨૦૧૭ના વર્ષમાં રણોત્સવ પાછળ ૫૩૩.૭૨ લાખનો ખર્ચ કર્યો છે, જ્યારે ૨૦૧૭-૧૮માં ૩૧૭.૬૩ લાખનો ખર્ચ કર્યો છે. એવી જ રીતે આ બન્ને વર્ષમાં અનુક્રમે પતંગોત્સવ પાછળ સરકારે ૭૩૦.૬૫ લાખ અને ૮૫૧.૬૧ લાખનો ખર્ચ કર્યો છે જ્યારે નવરાત્રી મહોત્સવ પાછળ બે વર્ષમાં અનુક્રમે ૮૮૧.૫૩ લાખ અને ૯૭૭.૬૭ લાખનો ખર્ચ કર્યો છે.
પ્રવાસન વિભાગ કહે છે કે આ મહોત્સવોમાં રાજ્ય બહારના અને વિદેશી મહેમાનો માટે રહેવા, જમવા તેમજ ટ્રાન્સપોર્ટેશન માટે બે વર્ષમાં સરકારે ૪૧૬.૨૩ લાખનો ખર્ચ કર્યો છે. મહેમાનો પાછળ થયેલા ખર્ચના આંકડા જાઇએ તો પતંગોત્સવમાં ૩૫૧.૬૩ લાખ અને નવરાત્રી મહોત્સવમાં ૫૬.૦૫ લાખનો ખર્ચ થયો છે. આ ખર્ચમાં સરકારે મહેમાનોને સાચવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



