વડ ગામ એટલે વૃક્ષોની નગરી ૧૫૦૦ ની વસ્તી ને લાખો આંબા!

0
35

રાજુલાના વડ ગામમાં પંદરસો ની વસ્તી સામે લાખો આંબાઓ ઉછેરાતા નાનકડું ગામ હાલ વૃક્ષોની નગરીસમુ બની ગયું છે. પ્રવર્તમાન સ્થિતિમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વૃક્ષોનું નિકંદન થઈ રહ્યા નો માહોલ છે. ત્યારે રાજુલા પંથકના વડ ગામમાં વૃક્ષોનું જતન કરવામાં આવી રહ્યું છે. ખારાશવાળી જમીનથી ૨૦૦ ફૂટ દૂર ત્રણ કાઠી ભાઈઓએ મહેનત કરી ૨૫૦૦ આંબા ઉછેરી પર્યાવરણ ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે.
રાજુલા ગામથી ત્રણ કિલોમીટર દૂર આવેલા વડ ગામમાં ચારે તરફ આંબાઓ તેમજ કેળાઓની ખેતી કરવામાં આવી છે. આ ગામમાં લાખોની સંખ્યામાં આંબાઓનો ઉછેર કરાયો છે. અને નાની મોટી કેરીનો ઉતારો પણ લેવાઈ રહ્યો છે.પ્રગતિશીલ ધરતીપુત્રો સેન્દ્રીય ખાતર અને દેશી ગીર ગાય ના છાણીયા ખાતરનો ઉપયોગ કરી આંબાનું સિંચન કર્યું છે. રાજુલાના વડ ગામે આટલી મોટી સંખ્યામાં વૃક્ષો હોવા છતાં જીઆઇડીસી બનાવવા તે ગામની જમીન માગવામાં આવી હતી પરંતુ ધરતીપુત્રોએ જમીન આપવાની ના પાડી દીધી હતી અને બસ ખેતીને જ મુખ્ય વ્યવસાય બનાવ્યો હતો.વડ ગામ પર્યાવરણનું અભિન્ન અંગ બન્યું છે. હાલમાં તાલાળા બાદ વડની કેરીઓનો દબદબો જોવા મળી રહ્યો છે.ખેડૂતો એવું પણ જણાવી રહ્યા છે કે આ વડ ગામની બાગાયતી કુદરતી ખેતી હોવાથી અહીંની કેરીઓ મોટી તેમજ મીઠી હોય છે.હાલ ગોંડલ,રાજકોટ ,જૂનાગઢ, સુરત સુધી વડની કેરીઓ જાય છે.રાજુલા જાફરાબાદ માં વડની કેરીઓ ના ઠેર ઠેર સ્ટોલ જોવા મળતા હોય છે.. ગામના ૩ કાઠી ભાઈએ ૫૦૦૦ આંબા મોટા કર્યા: રાજુલાના વડ ગામ ના બોરીચા પરિવારે સૌથી વધુ આંબા વાવ્યા છે. પીથુભાઈ, અશોકભાઈ અને મંગલુભાઈ એ ૫૦ એકર જમીનમાં ૫૦૦૦ કરતા વધુ આંબા ઉછેર્યા છે.ત્રણેય ભાઈ સવારથી આવી જાય છે. અને આંબાઓની માવજત કરતા હોય છે.દરમિયાન ત્યાં એક મીની અન્નક્ષેત્ર શરૂ કરાયું છે.જેમાં ૧૦૦ થી ૧૫૦ લોકો ભોજન લેતા હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY