બજેટ બેઠકના પ્રથમ દિવસે વડોદરા મ્યુનિ કોર્પોએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી

0
14

વડોદરા,તા.૧૮
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ૨૦૧૯-૨૦ ત્રણ દિવસની બજેટ બેઠક સોમવારથી શરૂ થઇ. જાકે, પ્રથમ દિવસે પુલવામાં શહીદોને અંજલિ આપીને બેઠક મુલતવી રાખી હતી. ચાર દિવસ અગાઉ કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના જવાનો પર આતંકવાદી હુમલામાં જવાનો શહીદ થયા હતા.
કોર્પોરેશનની બેઠકના પ્રારંભે પુલવામાં સહિત બનાવોમાં શહીદોના માનમાં શોકદર્શક ઠરાવ કરાયો હતો. ઠરાવમાં આતંકવાદી કૃત્યને સમગ્ર સભાએ વખોડી કાઢી નિંદા કરી હતી અને બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપીને બેઠકનું કામકાજ મુલતવી રાખ્યું હતું.
કોર્પોરેશનનો શોક ઠરાવ શહીદોના પરિવારજનોને મોકલી આપવામાં આવશે. જાકે શોક દર્શક ઠરાવ અગાઉ બજેટ પર વિરોધ પક્ષ દ્વારા રજૂ કરાયેલા ૯૨૭ દરખાસ્તો એજન્ડા પર ચઢાવવામાં આવી હતી.
હવે મંગળ અને બુધ બે દિવસ બજેટ બેઠક ચાલશે. મંગળવારે સ્થાયી સમિતિના અધ્યક્ષ ૩,૫૫૪ કરોડનું બજેટ સમગ્ર સભામાં મંજૂરી માટે રજૂ કરશે. જેના પર બે દિવસ ચર્ચા-વિચારણા સાથે સુધારા-વધારા કરીને બજેટને અંતિમ મંજૂરી આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY