વડોદરા,તા.૧૭
વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર કારે ટક્કર માર્યા પછી ડમ્પર ફરી વળતા એકિટવા ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
આજે બપોરના સમયે ફતેગંજ બ્રિજ પરથી બે યુવક એકિટવા પર પસાર થઇ રહ્યા હતા. તે સમયે કાર ચાલકે એકિટવાને ટક્કર મારી હતી. જેથી બંને એકિટવા ચાલક નીચે પટકાયા હતા. આ સમયે સામેના રોડ પરથી આવી રહેલુ ડમ્પર આદિલ નામના યુવક પરથી ફરી વળ્યું હતું. જેથી તેનું મોત નીપજ્યું હતું. જ્યારે એકિટવાની પાછળ બેઠેલો યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હિટ એન્ડ રનની ઘટનાને પગલે લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા. અને ફતેગંજ બ્રિજનો રસ્તો બંધ કરી દીધો હતો. અને લોકએ તુરંત પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે આ મામલે કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



