હથિયારધારી લૂંટારુઓએ ઉદ્યોગપતિને બંધક બનાવી રોકડ-દાગીના લૂંટી લીધા

0
22

વડોદરા,તા.૧૬
માંજલપુરની સોસાયટીમાં મોડીરાત્રે ધારિયા, કુહાડી જેવા હથિયાર સાથે લૂંટારુઓએ એક ઉદ્યોગપતિને બંધક બનાવી રોકડ-દાગીના લૂંટી ફરાર થયા હતા. ઉદ્યોગપતિએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લૂંટારુઓને પકડવા એફએસએલ અને ડોગ સ્કોડની મદદ પણ લીધી છે.
માંજલપુરની પેરેડાઈઝ વુડ્‌સ વીલા સોસાયટીમાં રહેતા સંદીપ પસાલે જેમની વાઘોડિયા GIDCમાં ફાઉન્ડરી ફેક્ટરી છે. શુક્રવારે તેઓ તેમની પત્ની લીના અને દીકરી માહી સાથે ઘરે હતા. ઘરના દરવાજા ખુલ્લા હતા. આ દરમિયાન હાથમાં કુહાડી અને ધારિયા સાથે બે લૂંટારુ ત્રાટક્્યા હતા. સંદીપ અને લીનાને બંધક બનાવી તેમની પાસેથી રોકડ-દાગીના લૂંટી લીધા હતા. ત્યારબાદ અંધારામાં ફરાર થવામાં સફળ રહ્યાં હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY