વડોદરા,તા.૧૩
પત્ની સાથે દારૂ પીવા બાબતે ઝઘડો થયા બાદ પતિએ ફાંસો ખાઇ જીવોદોરી ટુંકાવી લીધી હતી. દારૂના નશામાં ઘરે આવેલા પત્નીએ પતિને કહ્યું કે, દીકરી મોટી થઇ ગઇ છે. હવે દારૂ પીવાનું બંધ કરો. પતિથી પત્નીએ દીકરીના નામે આપેલો ઠપકો સહન ન થતાં અંતિમ પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
શહેરના ગોત્રી રોડ દિવાળીપુરા પાસે રંગઅવધૂત પુરામાં રણબીરસિંહ કિશનસિંહ ચૌહાણ (ઉં.વ.૩૫) પત્ની અને બે સંતાનો સાથે રહેતો હતો. રણબીરસિંહ ચૌહાણ ડ્રાઇવીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેઓ છેલ્લા કેટલાંક સમયથી દારૂની લતે ચઢી ગયો હતો. નોકરી ઉપરથી ઘરે આવે ત્યારે રોજ દારૂ પીને આવતો હતો. જેના કારણે પત્ની ઝઘડો કરતી હતી.શુક્રવારે પણ રણબિરસિંહ દારૂ પીને ઘરે આવ્યો હતો. દારૂના નશામાં ચૂર થઇ ઘરે આવેલા પતિને જાતાજ પત્નીએ ઝઘડો શરૂ કરી દીધો હતો. જેમાં પત્નીએ પતિને જણાવ્યું કે, દીકરી મોટી થઇ ગઇ છે. હવે દારૂ પીવાનું બંધ કરો. દીકરીના નામે પત્નીએ આપેલો ઠપકો રણબીરસિંહથી સહન ન થતાં મકાનના ત્રીજા માળે જઇ પંખાના હુક સાથે સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવ અંગે ગોત્રી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



