પૂર્વ પ્રેમિકા-માતાને મોતને ઘાટ ઉતારનાર આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું

0
5

વડોદરા,તા.૨૦
શહેરના આજવા રોડ સયાજીપાર્ક સોસાયટીમાં તા. ૧૭ એપ્રિલની રાત્રે ટેરેસ ઉપર સૂઇ ગયેલી પૂર્વ પ્રેમિકા અને તેની માતાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપી પ્રિયકાંત ઉર્ફ ભયલુ સોલંકીને સાથે રાખી ક્રાઇમ બ્રાંચે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસ આરોપીને લઇને આવતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં લાકડીઓ અને ચપ્પલો લઇ આરોપીને મારવા માટે ઘટના સ્થળ પાસે ઉમટી પડ્યા હતા. લોકોનો આરોપી સામે પ્રચંડ રોષ જોવા મળ્યો હતો.
પ્રેમમાં દગો થતાં આજવા રોડ ઉપર આવેલી બી-૧૩, સયાજી પાર્ક સોસાયટીમાં રહેતા જયશ્રીબહેન સુનિલભાઇ મોરે અને તેમની પરિણીત દીકરી પાયલ ઉત્સવભાઇ પાલકરને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપી પ્રિયકાંત ઉર્ફ ભયલું સોલંકીને સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવવા માટે લઇ આવી હતી.પોલીસ આરોપીને લઇને આવનાર હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેમાં મહિલાઓ લાકડીઓ અને ચપ્પલો લઇ આરોપીને સબક શિખવાડવા માટે ભારે રોષ સાથે રસ્તા ઉપર આવી ગઇ હતી. જોકે, ડી.સી.પી. ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ આરોપીને પોલીસ વાનમાંથી ઉતારતા પહેલાં લોકોને કાયદો હાથમાં ન લેવા માટે સમજાવી લોકોના રોષને શાંત પાડ્યો હતો. તે બાદ પોલીસે રિકન્સ્ટ્રક્શન માટે કાર્યવાહી હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY