ભાજપનો ચૂંટણી સાહિત્ય ભરેલો ટેમ્પો સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ

0
13

વડોદરા,તા.૨૦
એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે વહેલી સવારે ભાજપાના ઝંડા સહિતનું સાહિત્ય લઇને જતી ટ્રકમાં આગ લાગી હતી. એકાએક ટ્રકમાં લાગેલી આગમાં ભાજપાના ઝંડા, ખેસ સહિતનું સાહિત્ય બળીને ખાક થઇ ગયું હતું.
ફાયર બ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે બાપુનગર ડાયમંડ માર્કેટ પાસેથી અમદાવાદથી કાબરા ટ્રાવેલ્સની એક ટ્રક વહેલી સવારે ભાજપાના ઝંડા, ખેસ, ડાયરીઓ સહિતનું સાહિત્ય લઇને સુરત જવા માટે નીકળી હતી. આ ટ્રક વડોદરા એક્સપ્રેસ હાઇવે ટોલ નાકા પાસે આવતા તેમાં આગ ભભૂકી ઉઠી હતી. ટ્રકમાં આગ લાગતાજ ટ્રક ચાલક સંજયભાઇ ચૌહાણ ટ્રક સ્થળ ઉપર પાર્ક કરી ટ્રકમાંથી ઉતરી જતાં તેઓનો બચાવ થયો હતો. દરમિયાન ટ્રક ચાલકે આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા તુરતજ લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
જાકે, ટ્રકમાં લાગેલી આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં ટ્રકમાં ભરેલા ભાજપાના ઝંડા, ખેસ, ડાયરીઓ સહિતનું સાહિત્ય બળીને ખાક થઇ ગયું હતું. આગના આ બનાવને પગલે એક્સપ્રેસ હાઇવે ઉપરના ટ્રાફિક વ્યવહારને અસર પડી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY