વડોદરા,તા.૨૫
મોડલ અને એક્ટ્રેસ પ્રાચી મોર્યની હત્યાનો ભેદ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાંખ્યો છે. એમ્પ્લોસ ડ્રામા ગ્રુપમાં કામ કરતી ૨૫ વર્ષીય પ્રાચી મોર્યની હત્યા કરાયેલી લાશ વડોદરાના ઓલ પાદરા રોડ પર આવેલા રિલાયન્સ મોલની પાછળના મેદાનમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે, તેમજ તેણે હત્યાનો ગુનો કબૂલી લીધો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
બુધવારે પ્રાચી મૌર્ય ખંભાતથી શો પૂરો કરી વડોદરા આવી હતી. પ્રાચીને ઘરે મૂકવા માટે આવનાર અંકિતની પોલીસે અટકાયત કરી હતી. જોકે, તે રાત્રે ૨.૧૫ વાગ્યા સુધી તેની સાથે હતો. આ પછી પ્રાચી વસીમ નામના યુવક સાથે હતી. તેણે ઘરે મૂકી જવાનું કહેતા પ્રાચીએ ઇનકાર કર્યો હોવાનો દાવો અંકિતે કર્યો છે.
પ્રાચીની હત્યા ગળુ દબાવીને કરી હોવાનું પ્રાથિમક તપાસમાં બહાર આવ્યું હતું. પ્રાચી રાત્રે વસીમ નામના યુવક સાથે છેલ્લે હતી. આ વિગતને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપી વસીમ હત્યા કરીને ભરુચ ભાગી ગયો હતો. વડોદરા ક્રાઇમબ્રાન્ચે વસીમની વડોદરા રેલવે સ્ટેશન પરથી ધરપકડી કરી લીધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




