પોલીસતંત્રના રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા, તસ્કરોએ ૨૦ દુકાનોના તાળા તોડ્યા

0
18

વડોદરા,તા.૨૬
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલા વ્રજ સિધ્ધિ ટાવરની દુકાનોને મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી. એક રાતમાં તસ્કરોએ ૨૦ જેટલી ઓફિસોના તાળા તોડીને પોલીસ તંત્રના રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી દીધા હતા.
વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે વ્રજ સિધ્ધિ ટાવર આવેલું છે. આ ટાવરમાં મોબાઇલ, ઇલેક્ટ્રિક, મોબાઇલ ફોનના સ્પેર પાટ્‌ર્સ, ઝેરોક્ષ-સ્ટેશનરી સહિતની દુકાનો અને વકીલો, ટ્યુશન ક્લાસ, એન્જિનીયરિંગ કંપનીની ઓફિસો સહિતના વ્યવસાયિકોની ઓફિસો આવેલી છે. મોડી રાત્રે વ્રજ સિધ્ધિ ટાવરને તસ્કરોએ એક પછી એક ૨૦ જેટલી ઓફિસો અને દુકાનોના શટરના તાળા તોડ્યા હતા. અને દુકાનોમાંથી જે મુદ્દામાલ મળ્યો તે મુદ્દામાલ ચોરી કરીને તસ્કરો ભાગી ગયા હતા.
સવારે રાબેતા મુજબ દુકાન ખોલવા માટે આવેલા દુકાન માલિકોએ પોતાની દુકાનોના શટરો તૂટેલા જાતા ચોંકી ઉઠ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ પણ દોડી આવી હતી. અને એક રાતમાં ૨૦ જેટલા દુકાનોના શટરના તાળાં તૂટ્યા હોવાનું સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જાકે, દુકાનદારોએ પોલીસ તંત્રના રાત્રી પેટ્રોલિંગ ઉપર સવાલો ઉઠાવીને રોષ વ્યક્ત કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY