વડોદરાવાસીઓ આનંદો…અંડરવોટર રેસ્ટોરન્ટ બન્યું, આજે ઉદ્ઘાટન

0
5

વડોદરા,તા.૭
ભોજનનો સ્વાદ તણાવમુક્ત વાતાવરણમાં માણી શકાય તે માટે ભોજન લેતા પેહલા ફીસ સ્પા, ફુટ મસાજ તથા સ્વિમિંગપૂલની સુવિધા સાથે શહેરના ફતેગંજ વિસ્તારમાં રસોઈ બાય રોઝેટ નામના ઓર્ગેનિક રેસ્ટોરન્ટનું ૮મેના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે.
રેસ્ટોરન્ટમાં ઓનર યેશા પટેલે જણાવ્યું હતું કે, કેમિકલ, દવા અને કેમિકલ ફર્ટિલાઇઝર વગર પકવેલા ઇન્ગ્રિડિયન્સ દ્વારા માટીના વાસણમાં ફૂડ બનાવવામાં આવશે અને તેને સર્વ પણ માટીના વાસણમાં જ કરવામાં આવશે. જેનાથી શરીર તંદુરસ્ત અને મન પ્રસન્ન અને પ્રફુલ્લિત રહેશે. આરોના પાણીથી શરીરમાં બી ૧૨ની ઉણપ જોવા મળે છે તે દૂર કરવા માટે આલ્કલાઈન વોટર રેસ્ટોરન્ટમાં આવનાર દરેકને આપવામાં આવશે. અંડર વોટર ભોજનનો આનંદ માણી શકતા હોય એવી રિયલ ફીલ અપાવવા માટે એક હજાર માછલીઓ પ્રાથમિક તબક્કે એક લાખ લીટર પાણીમાં મુકવામાં આવી છે અને આવનર સમયમાં માછલીઓની સંખ્યા અઢી હજાર કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY