ફી મામલે સ્કૂલોની દાદાગીરી, ૧૦ શાળાઓએ વિદ્યાર્થીનાં પરિણામ અટકાવ્યા

0
8

વડોદરા,તા.૮
વડોદરામાં ફી મામલે સ્કૂલોની દાદાગીરી યથાવત રહી છે. વડોદરાની ૧૦ શાળાઓએ ફી મામલે વિદ્યાર્થીના પરિણામ અટકાવી દીધા, જેના કારણે વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ મુશ્કેલીઓ પડી. વાલીઓએ વડોદરાની ૧૦ સ્કૂલો સામે આક્ષેપ કર્યો છે કે, સ્કૂલ પ્રશાસન દ્વારા ફી સ્ટ્રક્ચર નોટિસ બોર્ડ પર મુકાતું નથી. જેના કારણે સ્કૂલમાં શું ફી ચાલે છે તેની ખબર પડતી નથી. અને બાદમાં સ્કૂલો અચાનક બાળકોની ફીમાં વધારો ઝીંકી પરિણામ અટકાવીને હેરાન કરે છે.
વડોદરામાં ફી મામલે જે સ્કૂલોની દાદાગીરી સામે આવી છે, તેમાં સિગ્નસ સ્કૂલ, આનંદ વિહાર, અંબે સ્કૂલે બાળકોના પરિણામ અટકાવી દીધા છે. આ સિવાય બિલા બોન્ગ સ્કૂલ, ડીપીએસ હરણી, બ્રાઈટ સ્કૂલ, ગુજરાત પબ્લિક સ્કૂલ, અંબે સ્કૂલ- સાવલી રોડ, પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ, બ્રાઈટ સ્કૂલ વાસણા જેવી સ્કૂલોનો સમાવેશ થાય છે.
વડોદરામાં ફીનો મામલો હવે વાલી એસોસિએશમાં પહોંચ્યો છે, અને વાલી એસોસિએશને સ્કૂલ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમને કહ્યું કે, સ્કૂલોમાં પ્રોવિઝનલ ફી નક્કી કરી હોવા છતાં સ્કૂલો પોતાની મનમાની ફી માંગી રહ્યા છે.
એફઆરસીના ૨ વર્ષ બાદ પણ ૭૦ જેટલી સ્કૂલની ફીનો કોઈ જ નિવેડો આવી શકિયો નથી. એસોસિએશને એફઆરસીની ગોકળગતિની કામગીરીને લઇને અનેક સવાલો ઉઠાવ્યા હતા, અને કહ્યું કે, એફઆરસીના કારણે આજે વાલીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY