મહિલા રહસ્યમય રીતે સળગી ઉઠતા અરેરાટી, સારવાર દરમિયાન મોત

0
5

વડોદરા,તા.૨૧
વડોદરા શહેરના ગોત્રી હરીનગર બ્રિજ નીચે આજે સવારે એક મહિલા રહસ્યમય રીતે સળગી ઉઠી હતી. આગની લપેટમાં આવી ગયેલી મહિલાની મરણચીસો સાંભળી સ્થાનિક લોકો તુરંત જ દોડી ગયા હતા. અને હાથમાં જે સાધન મળ્યું તેનાથી મહિલા ઉપર લાગેલી આગ ઉપર પાણી છાંટીને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગ સંપૂર્ણ કાબુમાં આવે તે પહેલાં મહિલા ગંભીર રીતે દાઝી ગઇ હતી. દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
રહસ્યમય સળગી જતાં મોતને ભેટેલી મહિલા અંગેની જાણ થતાં ગોત્રી પોલીસ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલાની ઉંમર આશરે ૩૦ વર્ષની છે. આ મહિલા કિયાની રહેવાસી હતી અને હરીનગર બ્રિજ નીચે કેવી રીતે આવી તેમજ તે કેવી રીતે સળગી ઉઠી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY