વડોદરામાં ૧,૮૨૦ કેન્દ્રો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે

0
9

વડોદરા,તા.૧૦
સયુંક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧મી જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવાની છે ત્યારે વડોદરામાં જિલ્લામાં યોગ દિવસની ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માટે માટે વિરાટ અને વિસ્તૃત આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. શહેરના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ સહિત પાંચ સ્થળોએ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે જિલ્લાં કલેક્ટર શાલિની અગ્રવાલના અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેઓએ વિદ્યાર્થી સિવાય લોકો પણ યોગ દિવસની ઉજવણીમાં જાડાવા ઉપર ભાર મૂક્્યો હતો. તેમજ સોશિયલ મીડિયા ઉપર વિશ્વ યોગ દિવસની પ્રચારની ઝૂંબેશ ચલાવવાની અને તેના થકી વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં લોકો જાડાય તેવા જરૂરી સૂચનો અધિકારીશ્રીઓને આપ્યા હતા.
જિલ્લાભરમાં યોગના ૧૮૨૦ સ્થળો પર કાર્યક્રમ યોજાવાના છે. તેમાં જિલ્લા કક્ષાના શહેરમાં સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, માંજલપુર સ્પોર્ટસ કોલ્પલેક્ષ, કમાટી બાગ, એમ.એસ. યુનિવર્સિટી પેવેલીયન અને અકોટા કોમ્પલેક્ષ ખાતે યોજાશે. આ ઉપરાંત મહાનગરપાલિકા કક્ષાના ૧૨, નગરપાલિકા કક્ષાના ૮, તાલુકા કક્ષાના ૧૬, શૈક્ષણિક સંસ્થા દ્વારા ૧૭૨૧ અને સ્વૈÂચ્છક સંસ્થા દ્વારા ૨૮ અને અન્ય ૩૦ જેટલા કાર્યક્રમો યોજાશે. આમ વિરાટ અને વિસ્તૃત આયોજન વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY