મુંબઇનો પરિવાર લગ્નપ્રસંગ માટે વડોદરા આવ્યો હતો
વડોદરા,તા.૨૦
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ પાસે આજે સવારે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં બેઠેલી મુંબઇની મહિલા રિંકુ શાહનું મોત થયું હતું. જ્યારે ૩ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મુંબઇનો પરિવાર લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે વડોદરા આવ્યો હતો. ત્યારે રેલવે સ્ટેશનથી મહેમાનોને લઇને જતી ઇનોવા કારને અકસ્માત નડ્યો હતો.
વડોદરાની સયાજી હોસ્પિટલ પાસે પુર ઝડપે રીતે જઇ રહેલા ડમ્પરે કારને અડફેટે લીધી હતી. જેમાં મોતને ભેટેલી મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાવપુરા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી.
વડોદરા શહેરમાં ડમ્પર ચાલકો બેફામ રીતે જતા હોય છે. આ પહેલાં પણ ડમ્પરની અડફેટે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, ત્યારે પોલીસે ડમ્પર ચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




